Panasonic Eluga Ray 810 લોન્ચ, કિંમત- 16,990 રૂપિયા
Panasonic Eluga Ray 810 શુક્રવારે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. પેનાસોનિક તરફથી Eluga સિરીઝનો આ લેટેસ્ટ સ્માર્ટફોન છે.
Trending Photos
નવી દિલ્હીઃ Panasonic Eluga Ray 810ને શુક્રવારે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. પેનાસોનિક તરફથી Eluga સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. Eluga Ray 81મા ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને ફ્રન્ટમાં સેલ્ફી માટે 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
પેનાસોનિક Eluga Ray 810ની કિંમત ભારતમાં 16,990 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત સિંગલ 4GB रैम + 64GB સ્ટોરેજ મોડલની છે. આ ફોન સ્ટારી બ્લેક અને બ્લૂ કલરના ઓપ્શનમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. ગ્રાહક તેને એક્સક્લૂઝિવ રૂપથી ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.
Panasonic Eluga Ray 810ની ખાસિયતો
ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટ વાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઈ પર ચાલે છે અને તેમાં 6.19-ઇંચ HD+ (720 x 1500 પિક્સલ) IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 2.0GHz ઓક્ટા કોર MediaTek Helio P22 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે તેમાં 4GB રેમ આપવામાં આવી છે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનના રિયરમાં 16MP પ્રાઇમરી કેમેરો અને 2MP ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. તો ફ્રન્ટમાં સેલ્ફી માટે 16MPનો કેમેરો છે. સાથે LED ફ્લેશનો સપોર્ટ પણ છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે અને તેને કાર્ડથી 128GB સુધી વધારી શકાય છે.
કનેક્ટિવિટી માટે Eluga Ray 810 માં 4G LTE, Wi-Fi 802.11 a/b/g/n/ac, 4G LTE, GPS, અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ આપવામાં આવ્યા છે. અહીં ફિંગરપ્રિન્ટ સેન્સર રિયરમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે