Jio નો ધડાકો! આખું વર્ષ દરરોજ 2GB ડેટા અનલિમિટેડ Calling સહિત મળશે મફતમાં આ સુવિધા
Jio 3227 Plan: જો તમારો રોજ ડેટાનો વપરાશ લગભગ 2 GB છે, તો જિયોનો વાર્ષિક રિચાર્જ પ્લાન લેવો જોઈએ. તેનાથી તમને વાર્ષિક ધોરણે ઘણી બચત થશે. સાથે જ તમે અનલિમિટેડ કોલિંગ અને મેસેજિંગનો આનંદ માણી શકશો.
Trending Photos
Reliance Jio: ટેલિકોમ કંપની રિલાયંસ જિયો ઓછી કિંમતમાં શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરવા માટે જાણીતું છે. જો તમે માસિક પ્લાન લો છો, તો તમને મહિનામાં 28 થી 30 દિવસની વેલિડિટી મળે છે. એવામાં તમારે એક વર્ષમાં લગભગ 13 વાર રિચાર્જ કરવું પડશે. પરંતુ અમે તમને આખા વર્ષ માટે ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથેનો પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ.
વાર્ષિક 1,947 રૂપિયાની થશે બચત
જો તમે 2 GB ડેટા સાથેનો માસિક પ્લાન લો છો, તો Jioનો આ રિચાર્જ પ્લાન 398 રૂપિયામાં આવશે, જેની વેલિડિટી 28 દિવસની હશે. જો તમે આ રિચાર્જ પ્લાન 365 દિવસ માટે કરો છો, તો તમારો કુલ ખર્ચ 5,174 રૂપિયા થશે. પરંતુ જો તમે 3227 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવો છો, તો તમારી લગભગ 1,947 રૂપિયાની બચત થશે.
Jioના 3227 રૂપિયાના પ્લાનના ફાયદા
આ પ્લાનમાં યુઝર્સને એક આખા વર્ષ એટલે કે લગભગ 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ રીતે યુઝર્સને એક વર્ષમાં લગભગ 730 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. ડેટા લિમિટ પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps થઈ જાય છે. આ પ્લાનમાં ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ પ્લાન Jio TV, Jio Cinema, Jio Security, Jio એપના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે