સાવધાન ! આ બે Apps એ 15 લાખ ભારતીય યુઝર્સનો ચોર્યો ડેટા, મોકલી રહી છે ચીન, જુઓ તમારું નામ છે કે નહીં
Spyware Apps: આ સ્પાયવેર વપરાશકર્તાઓને મોબાઈલમાં વાયરસ છે કે નહીં એનાથી સચેત કરે છે. એ જ એપ્લિકેશનને વાયરસનો ચેપ લાગ્યો છે. આમાં File Recovery and Data Recovery અને File Manager સામેલ છે. આ બંને એપ્સ પાસે 15 લાખ યૂઝર્સનો ડેટા છે.
Trending Photos
Protecting Your Device From Spyware Apps: ભારતમાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ નવા માલવેર અને સ્પાયવેર સુરક્ષામાં પડકાર ઉભો કરી રહ્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર આવા બે નવા સ્પાયવેર જોવા મળ્યા છે, જે લાખો ભારતીય યુઝર્સનો ડેટા ચીનને મોકલી રહ્યા છે. આ સ્પાયવેર યૂઝર્સને વાયરસથી ચેપ લાગ્યો છે તે શોધે છે. આમાં બે એપ્સ File Recovery and Data Recovery અને File Manager સામેલ છે અને તેમની સાથે 1.5 મિલિયન યુઝર્સનો સંબંધ છે.
આ એપ્સ ચીનને ડેટા મોકલી રહી છે
સાયબર સિક્યોરિટી કંપની Pradeo એ એક ખુલાસો કર્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર એવી બે એપ છે જે પોતાને ફાઇલ મેનેજમેન્ટ ટૂલ્સ તરીકે રજૂ કરે છે, પરંતુ વાસ્તવમાં તેઓ યુઝર્સના સેન્સિટિવ ડેટાની ચોરી કરીને તેને ચીન મોકલી રહી છે. આ એપ્સને લાખો યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે અને યુઝર્સ દ્વારા તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
પતિએ પત્નીને ભણાવીને ટીચર બનાવી, પત્ની 2 બાળકોને મૂકી પ્રિન્સિપાલ સાથે ભાગી ગઈ
પૌત્રીઓ 15-15 લાખ આપશે તો દાદાએ ટેક્સ ભરવો પડશે? જાણો તમારા અધિકારો
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!
ફાઇલ રિકવરી અને ડેટા રિકવરી એપ્સનો ઉપયોગ વાસ્તવમાં યુઝર્સના ડેટાની ચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ એપ્સના 10 લાખથી વધુ યુઝર્સ અને 5 લાખ ડાઉનલોડ્સ છે. વાસ્તવમાં, આ એપ્સ દાવો કરે છે કે તેઓ કોઈપણ પ્રકારના ડેટાની ચોરી કરતા નથી, પરંતુ Pradeoના રિપોર્ટ અનુસાર, આ એપ્સ યૂઝર્સની રિયલ ટાઈમ વિગતો, સોશિયલ નેટવર્ક, ઈમેલ, કોન્ટેક્ટ વગેરે પર્સનલ ડેટાની ચોરી કરી રહી છે. આ એપ્સ દ્વારા આ ડેટા ચાઈનીઝ સર્વર્સ પર મોકલવામાં આવી રહ્યો છે.
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!
વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ
BLACK TURMERIC: શું તમે ક્યારેય કાળી હળદર ખાધી છે? જલદી ફાયદા જાણી લો, તો ફાવી જશો!
આ બાબતોનું ધ્યાન રાખો
1. થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
2. દરેક એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલા તે વિશ્વસનીય છે તેની ખાતરી કરવા માટે તેની સમીક્ષાઓ અને રેટિંગ્સ વાંચો.
3. જો કોઈ એપ્લિકેશન પરવાનગીઓ માટે પૂછે છે, તો ખાતરી કરો કે તમે તેમને ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી પરવાનગીઓ જ આપો છો.
4. સુરક્ષા માટે, તમારે હંમેશા તમારા ઉપકરણ પર એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું જોઈએ.
5. તમારે સમય સમય પર તમારા ફોનને ઓફિશિયલ સોફ્ટવેર અપડેટ્સ સાથે અપડેટ કરતા રહેવું જોઈએ.
રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળે તો આ વાતનો હોય છે ઇશારો, જાણો આ સંકેત શુભ કે અશુભ
અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે