Xiaomi 11 Lite 5G NE આ મહિને થઈ શકે છે લોન્ચ, 64MP ત્રિપલ રિયર કેમેરા સાથે મળશે આ ફીચર્સ
ટિપ્સ્ટર Snoopy પ્રમાણે ફોનની કિંમત 329 યૂરો (આશરે 28600 રૂપિયા) હોઈ શકે છે. ટિપ્સ્ટરે ફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન્સની પણ જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Xiaomi ઝડપથી ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે. આ કડીમાં કંપની ભારતમાં Xiaomi 11 Lite 5G NE લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ ફોન સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે. 91 મોબાઇલ્સના રિપોર્ટ પ્રમાણે શાઓમી આ ફોનને આવનારા કેટલાક દિવસોમાં ટીઝ કરવાનું પણ શરૂ કરી દેશે. શાઓમીના આ અપકમિંગ સ્માર્ટફોન હાલમાં થાઈલેન્ડની NBTC સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો હતો. તેનાથી ખ્યાલ આવે છે કે ફોનની લોન્ચ ડેટ નજીક આવી રહી છે.
Mi 11 Lite 5G જેવા હોઈ શકે છે સ્પેસિફિકેશન્સ
કેટલાક લીક રિપોર્ટ્સમાં ફોનની કિંમતની સાથે તેના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન વિશે ઘણી જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોનના નામમાં ઉપયોગ NE નો અર્થ New Edition છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ ફોન આ વર્ષે માર્ચમાં ચીનમાં લોન્ચ થયેલ Mi 11 Lite 5G થી મળતા સ્પેસિફિકેશન્સ સાથે આવી શકે છે.
મળી શકે છે સ્નેપડ્રેગન 778G ચિપસેટ
ટિપ્સ્ટર Snoopy પ્રમાણે ફોનની કિંમત 329 યૂરો (આશરે 28600 રૂપિયા) હોઈ શકે છે. ટિપ્સ્ટરે ફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન્સની પણ જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે આ ફોન 159 ગ્રામનો હશે અને તે એન્ડ્રોયડ 11 ઓએસ પર કામ કરશે. ફોન 128જીબી સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ અને સ્નેપડ્રેગન 778G ચિપસેટની સાથે આવી શકે છે.
ફોટોગ્રાફી માટે 64MP નો ત્રિપલ કેમેરો હશે
ફોટોગ્રાફી માટે આ ફોનમાં કંપની એલઈડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅફ ઓફર કરી શકે છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 8 મેગાપિક્સલનો અને એક 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં તમને 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળી શકે છે. ડિસ્પ્લેની જ્યાં સુધી વાત છે તો ફોનમાં પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે