Xiaomi એ લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન, આ દિવસે શરૂ થશે વેચાણ
ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઇન્ડીયન માર્કેટમાં 4 કેમેરા સેટઅપ વાળા રેડમી નોટ 8 (Redmi Note 8) અને 8 પ્રો (Redmi Note 8 Pro) સ્માર્ટફોન્સને લઇને લોન્ચ કરી દીધો છે. રેડમી નોટ 8નો બેસ વેરિએન્ટ 6 GB રેમ અને 64 GB રોમ સાથે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) એ ઇન્ડીયન માર્કેટમાં 4 કેમેરા સેટઅપ વાળા રેડમી નોટ 8 (Redmi Note 8) અને 8 પ્રો (Redmi Note 8 Pro) સ્માર્ટફોન્સને લઇને લોન્ચ કરી દીધો છે. રેડમી નોટ 8નો બેસ વેરિએન્ટ 6 GB રેમ અને 64 GB રોમ સાથે આવ્યો છે. તેના બીજા વેરિએન્ટમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ છે. બંને વેરિએન્ટ ક્રમશ: 9,999 રૂપિયા અને 12,999 રૂપિયામાં મળશે.
અહીંથી કરો શોપિંગ
રેડમી નોટૅ 8 પ્રો ત્રણ વેરિએન્ટમાં મળશે, 6જીબી પ્લસ 64 જીબી, 6જીબી પ્લસ 128જીબી અને 8જીબી પ્લસ 128 જીબી. તેની કિંમત ક્રમશ: 14,999, 15,999 અને 17,999 રૂપિયા હશે. બંને ફોન વેચાણ માટે 21 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યાથી એમઆઇ ડોટ કોમ. અમેઝોન ડોટ ઇન અને એમઆઇ હોમ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.
શાઓમી ઇન્ડીયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મનુ જૈને કહ્યું કે વર્ષ 2014માં રેડમી નોટ લોન્ચ થયા બાદ રેડમી નોટ સીરીજ એક સાચી ડિસરપટર રહી છે. અમે ગેમિંગ માટે બેંચમાર્ક સેટ કરનાર રેડમી નોટ 8 પ્રોને લોન્ચને લઇને ઉત્સાહિત છીએ. તેમાં દુનિયાનો પ્રથમ 64 MP કેમેરા સેન્સર અને હેલિયો જી90 ટી ચિપસેટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે