આયુષ્યમાન મિત્ર તરીકે કામ કરતો નરેશ જ નીકળ્યો કૌભાંડી, બનાસકાંઠામાં પડકાયું કૌભાંડ
રાજકોટ બાદ હવે બનાસકાંઠાના લાખણીમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના ડમી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષમાન મિત્ર તરીકે કામ કરતા નરેશ ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળીને 60 કાર્ડ બનાવ્યા હતા. તેમજ PMJAYની વેબસાઈટ ઉપરથી કાર્ડ ડાઉનલોડ કરી આયુષમાન મિત્ર નરેશ ચૌધરીના મોબાઈલ પરથી OTP મેળવી કાર્ડ બનાવતા. હોસ્પિટલના ડોક્ટરે નરેશ ચૌધરીની કડક પૂછપરછ ડુપ્લિકેટ કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું.