Joe Biden ના શપથ ગ્રહણના દિવસે ધરતીની નજીકથી પસાર થશે 4 એસ્ટેરોયડ
NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો બાઈડેન (Joe Biden) 20 જાન્યુઆરીથી સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિનો પદભાર સંભાળશે. પરંતુ આ દરમિયાન તેમના રસ્તામાં ન માત્ર ટ્રમ્પ સમર્થક તોફાનીઓ આવી શકે છે, પરંતુ આસમાનથી કેટલાક મહેમાન આવી શકે છે. હકીકતમાં આગામી થોડા દિવસમાં ક્ષુદ્રગ્રહો (Asteroids) ની એક સિરીઝ પૃથ્વી (Earth)ની નજીકથી પસાર થાય તેવી આશા છે. પરંતુ તેમાંથી એક તો 46 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આપણા ગ્રહ તરફ આવી રહ્યો છે.
શપથગ્રહણના દિવસે આવી શકે છે 4 એસ્ટેરોયડ
NASA ના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસમાં કેટલાક એસ્ટેરોયડ પૃથ્વીની પાસે આવશે અને તેમાંથી 4 તો તે દિવસે આપણા ગ્રહ પરથી પસાર થશે જે દિવસે બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે.
માનવામાં આવી રહ્યં છે કે ક્ષુદ્રગ્રહ એક સુરક્ષિત અંતરથી પૃથ્વીની પાસેથી પસાર થશે પરંતુ બાઈડેનના શપથગ્રહણના દિવસે જે ચાર એસ્ટેરોયડ પસાર થવાના છે, તે પૃથ્વીની નજીકથી પસાર થશે. સૌથી નજીકનો એસ્ટેરોયડ '2021 BK1' માત્ર આટલા અંતરથી પસાર થશે જેટલું અંતર પૃથ્વીની ચંદ્રમાની કક્ષામાં છે. મહત્વની વાત છે કે પૃથ્વી તરફથી આવી રહેલ એસ્ટેરોયડના ટોળામાં એક ક્ષુદ્રગ્રહની પહોળાઈ 93 મીટર છે.
થોડા દિવસ પહેલા એલિયન્સને લઈને થયો હતો દાવો
હાલમાં ઇઝરાયલી અંતરિક્ષ એજન્સીના પૂર્વ પ્રમુખ હૈમ એશેદે આ દાવો કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી કે વાસ્તવમાં એલિયન્સ છે. તેમણે તે દાવો પણ કર્યો કે ટ્રમ્પ પ્રશાસનને તેની જાણકારી છે.
તેમણે એક સ્થાનીક સમાચાર પત્રને કહ્યું હતું કે ટ્રમ્પ એલિયસન્સના અસ્તિત્વની વાત દુનિયાની સામે લાવવા ઈચ્છતા હતા પરંતુ દુનિયા તે માટે તૈયાર નહતી. તેમણે કહ્યું કે, જો આ વિશે તેમણે પાંચ વર્ષ પહેલા એક શબ્દ કહ્યો હોત તો તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે