આ બે દેશોના લોકો ખુબ દહેશતમાં, ફળોમાંથી નીકળે છે કઈંક એવું...જાણીને ચોંકી જશો
જો કે હજુ સુધી એવો કોઈ મામલો સામે આવ્યો નથી કે કોઈ વ્યક્તિ સ્ટ્રોબેરી ખાવાથી ઘાયલ થયો હોય.
Trending Photos
મેલબર્ન: જો તમને જે ફળો ગમતા હોય તેમાંથી સોય નીકળવા માંડે તો તમારી શું હાલત થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં આજકાલ ફળ ખાનારા લોકો દહેશતમાં છે. સ્ટ્રોબેરી સહિત અનેક ફળોમાંથી સોય નીકળવા માંડી છે. આ બંને દેશોમાં લોકો પોતાના મનગમતા ફળ સ્ટ્રોબેરીને ખાતા ડરી રહ્યાં છે. કારણ કે જનતા વચ્ચે એવી અફવા ફેલાવી દેવામાં આવી છે કે સ્ટ્રોબેરીમાં સોય છૂપાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં ઉત્પાદકો મેટલ ડિટેક્ટરથી તપાસ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ લોકપ્રિય ફળમાં લોકોનો વિશ્વાસ બહાલ કરવા માટે તપાસ શરૂ કરી દીધી છે. ક્વિન્સલેન્ડ પ્રાંતની સરકારે જે વ્યક્તિએ ત્યાંના પ્રાંતોમાં સ્ટ્રોબેરીમાં સોઈ હોવાની અફવા ફેલાવી છે તે વ્યક્તિની ધરપકડ પર એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 51 લાખ રૂપિયા)નું ઈનામ રાખ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં અનેક જગ્યાઓ પર સ્ટ્રોબેરીમાં કપડાં સીવવાની સોય છૂપાવેલી મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આવી જ એક સ્ટ્રોબેરી ખાઈને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. હેરાલ્ડ સનના અહેવાલને માનીએ તો સ્ટ્રોબેરી બાદ ઓસ્ટ્રેલિયામાં કોલ્સ મેંગો નામના ફળમાંથી પણ સોય મળી આવી છે. ચીફ ઈન્સ્પેક્ટર નિઝેલ વેબરે જણાવ્યું કે બે દિવસ પહેલા ન્યૂ સાઉથ વેલ્સમાં એક વ્યક્તિએ આ ફળ ખરીદ્યુ હતું. પરંતુ ખાતા પહેલા જ અંદરથી તેને સોય મળી આવી.
ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડની ફૂડ સેફ્ટી ઓથોરિટીને આ મામલાના મૂળ સુધી જવાના આદેશ આપ્યા છે. આ બાજુ ક્વિન્સલેન્ડના નેતા એનાસ્ટેસિયા પાલાસ્જેકુક કહે છે કે "કોઈ વ્યક્તિ આવી હરકત કરીને કોઈ બાળક, યુવાન કે વડીલના જીવને જોખમમાં કેવી રીતે નાખી શકે". સરકારી તંત્રે આ અહેવાલોની પુષ્ટિ થયા બાદ લોકોને સ્ટ્રોબેરી કાપીને ખાવાના નિર્દેશ જારી કર્યા છે. ગત સપ્તાહથી શરૂ થયેલી આ અફવાએ દેશના છ મોટાી બ્રાન્ડ ડોન્નીબ્રુક, બેરિરીસ, લવબેરી, ડિલાઈટફુલ સ્ટ્રોબેરીઝ, ઓસિસ, બેરી ઓબ્સેશન અને બેરી લિશિયસે બજારમાંથી પોતાના ઉત્પાદનો પાછા ખેંચ્યા છે. સોમવાર સુધી સ્ટ્રોબેરીમાં સોય હોવાની અફવાના પગલે ઓસ્ટ્રેલિયાના તમામ છ પ્રાંતોમાં સ્ટ્રોબેરી પ્રત્યે લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
જો કે હજુ સુધી એવો કોઈ મામલો સામે આવ્યો નથી કે કોઈ વ્યક્તિ સ્ટ્રોબેરી ખાવાથી ઘાયલ થયો હોય. સંઘીય સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સંસ્થાને ક્વિન્સલેન્ડની આ સોયવાળી અફવા મામલે તપાસના આદેશ આપ્યા છે. હંટે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને કહ્યું કે "કામ ખુબ સ્પષ્ટ છે. લોકોની રક્ષા કરો અને તેમને સુરક્ષિત રાખો."
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે તેઓ દોષિતને જેમ બને તેમ જલદી જેલના સળિયા પાછળ પહોંચાડશે. આ ઉપરાંત તેને 15 વર્ષની સજા પણ સંભળાવશે. આ માટે નિયમો બદલવા માટે પણ તૈયાર છે. અત્યાર સુધી કોઈ પણ ગુના બદલ ત્યાં 10 વર્ષની સજા થતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે