પાકિસ્તાનના પરાજય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ યુવતી, પ્રશંસકોએ BCCIને કરી આવી અપીલ

આ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની ફેનને પણ કેદ કરી લીધી હતી, અને પછી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ 

પાકિસ્તાનના પરાજય બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ યુવતી, પ્રશંસકોએ BCCIને કરી આવી અપીલ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની મેચ આ પણ હંમેશાં હાઈવોલ્ટેજ હોય છે. એશિયા કપ-2018માં બુધવારે રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ પણ ચર્ચામાં રહી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાક બેટ્સમેન ટકી શક્યા નહીં અને ટીમ 8 વિકેટે મેચ હારી ગઈ. પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક યુવતીનો ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફોટાની સાથે પ્રશંસકો બીસીસીઆઈને પણ કંઈ અનોખી અપીલ કરી રહ્યા છે. 

આ મેચમાં રોહિત શર્માના શાનદાર ચોગ્ગા-છગ્ગાની સાથે-સાથે મેદાન પર લાગેલા કેમેરાઓએ સ્ટેન્ડ્સમાં બેસેલી એક પાકિસ્તાની ફેનને પણ કેદ કરી લીધી હતી. કેમેરામાં કેદ થયેલી આ પાકિસ્તાની સુંદરીની તસવીર આજે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ પાકિસ્તાની સુંદરીની સુંદરતાના પ્રશંસક ભારતીયો પણ બની ગયા છે. 

Pakistani Girl Viral

આટલી સુંદર યુવતી જોઈને ભારતીય પ્રશંસકોએ બીસીસીઆઈને ભારત-પાકિસ્તાનની વધુ મેચ રમાડ માટે અપીલ કરી દીધી છે. એક પ્રશંસકે તો ત્યાં સુધી લખી નાખ્યું કે, ભારતે તો પાકિસ્તાનને હરાવીને માત્ર મેચ પર જ કબ્જો કર્યો છે, પરંતુ આ યુવતીએ ભારતીય ક્રિકેટ પ્રશંસકોના દિલ, મગજ, કિડની પર પણ પોતાનો હક જમાવી લીધો છે. 

ભારતે અહીં દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બોલિંગ કરતાં પાકિસ્તાને 43.1 ઓવરમાં 162 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ત્યાર બાદ 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય માટે જરૂરી રન બનાવી લીધા હતા. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 52, શિખર ધવને 46, અંબાતી રાયડુ(31) અને દિનેશ કાર્તિક(31) નોટઆઉટ રહ્યા હતા. 

Pakistani Girl Viral

ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો વિજય છે. તેણે પ્રથમ મેચમાં હોંગકોંગને 26 રને હરાવ્યું હતું. પાકિસ્તાનનો ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. આ અગાઉ, પાકિસ્તાને પ્રથમ મેચમાં હોંગકોંગને 8 વિકેટે હરાવ્યું હતું.
19 દિવસના ઉપવાસ બાદ હાર્દિક આ શું કરી રહ્યો છે? જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news