સુંદરતાની વાતમાં આ દેશોની મહિલાઓ છે લાજવાબ! જેને પણ જોશો બસ જોતા જ રહેશો
આ દેશની મહિલાઓને માનવામાં આવે છે દુનિયામાં સૌથી ખૂબસૂરત...મહિલાઓની સુંદરતા પર અનેક કવિતા-કહાનીઓ લખવામાં આવી છે. આમ તો દરેક મહિલા એક ખાસ વિશેષતા ધરાવે છે. પરંતુ અમુક દેશની મહિલાઓ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલાઓ કયા દેશમાં જોવા મળે છે? આ સવાલ પૂછવામાં આવે એટલે તમારી સામે કયા દેશનું નામ તરી આવે. કેમ કે દુનિયાના અનેક દેશમાં આવી ખૂસબૂરત મહિલાઓ છે, જે ખાસ વિશેષતા ધરાવે છે. ત્યારે આજે અમે તમને આવા જ દેશની વાત કરીશું, જયાંની મહિલાઓ પોતાની સુંદરતા માટે જાણીતી છે અને આખી દુનિયા તેની ખૂબસૂરતીની કાયલ છે.
1. બ્રાઝિલ:
બ્રાઝિલ પોતાની અનોખી ભૌગૌલિક વિશેષતાઓ, પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો દેશ છે. ત્યાંની મહિલાઓ લોકો સાથે સંપર્ક વધારવા અને પોતાની પરંપરાઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે પ્રસિદ્ધ છે. તે પોતાની સાથે ખૂબસૂરતીને જાળવી રાખે છે. દેશમાં આયોજિત કોઈપણ કાર્યક્રમમાં બ્રાઝિલની મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2. ફ્રાંસ:
ફ્રાંસ પોતાના મધ્યયુગીન શહેરો, સુંદર ગામડાં, બીચ, પોતાની સંસ્કૃતિ, પકવાન અને વાઈન માટે જાણીતો દેશ છે. ત્યાંની મહિલાઓ પોતાની કમાલ ફેશન સેન્સ માટે જાણીતી છે. તે સ્વભાવથી અત્યંત મિલનસાર હોય છે અને જિંદગીને ખુલીને જીવે છે. ખૂબસૂરત હોવાની સાથે સાથે ત્યાંની મહિલાઓ સામાજિક મામલામાં પણ ભાગ લે છે. તે પોતાની પર્સનાલિટીથી કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે.
3. રશિયા:
પોતાના ટુંડ્રા જંગલો અને બીચની જેમ અહીંયાની મહિલાઓ પણ પોતાની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં જાણીતી છે. તેના ચહેરાની ચમકની સામે દરેક ફીકા પડી જાય છે. પોતાની ટેનિસ ખેલાડીઓથી લઈને જિમ્નાસ્ટ સુધી અને મોડલ્સથી લઈને અભિનેત્રીઓ સુધી ત્યાંની મહિલાઓ પોતાની આકર્ષક નીલી આંખો અને આક્રમક અંદાજના કારણે દરેકને દીવાના બનાવે છે.
4. સ્વીડન:
સ્વીડન જંગલ, દ્વીપ, તળાવો અને ગ્લેશિયર માટે જાણીતો છે. ત્યાંની મહિલાઓની ખૂબસૂરતી દુનિયામાં જાણીતી છે. સ્વીડિશ મહિલાઓ પોતાની લંબાઈ અને નીલી આંખો માટે જાણીતી છે. સ્વીડનમાં શિક્ષત મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.
5. અફઘાનિસ્તાન:
અફઘાનિસ્તાનનો ઈતિહાસ શરૂઆતથી નિરાશાજનક રહ્યો છે. અહીંયાની મહિલાઓએ હિંસા જ જોઈ છે. તેમ છતાં અહીંયાની મહિલાઓની સાદગી અને ખૂબસૂરતી આખી દુનિયામાં જાણીતી છે. અનેક ખૂબસૂરત અફઘાન મહિલાઓ છે, જે પોતાના દેશની બહાર નીકળીને સફળ અભિનેત્રી, મોડલ અને સૌદર્ય પ્રતિયોગિતાની વિજેતા બની.
6. ભારત:
ભારતની વિવિધતાઓ અને અનોખી વિશેષતા તેને ખૂબસૂરત બનાવે છે. ભારતીય મહિલાઓના ચહેરાની આકર્ષક બનાવટ, ખૂબસૂરત આંખો અને કાળા વાળ દુનિયામાં જાણીતા છે. અહીંયાની મહિલાઓ સાડીમાં એક સ્માઈલથી બહુ સરળતાથી કોઈનું પણ દિલ જીતી શકે છે.
7. ઈટલી:
પોતાની સંસ્કૃતિ, ખાવાના સ્વાદ અને પ્રવાસન માટે જાણીતા ઈટલી દેશનું પોતાનું જ આકર્ષણ છે. ઈટલીની મહિલાઓ પોતાની ખૂબસૂરતીની સાથે સાથે પોતાની અદભૂત ફેશન સેન્સ માટે ફેમસ છે. શાનદાર ફેશનના કારણે તેમના પ્રત્યે આકર્ષણ વધી જાય છે. આખી દુનિયામાં ઈટલીની મહિલાઓને સૌથી ખૂબસૂરત માનવામાં આવે છે.
8. તુર્કી:
તુર્કીની મહિલાઓ પોતાના સોનેરી વાળ અને ખૂબસૂરતી માટે પ્રખ્યાત છે. અહીંયાની મહિલાઓ આકર્ષણની સાથે પોતાની શાલીનતા માટે પ્રસિદ્ધ છે. અહીંયાની સિરિયલ્સમાં તેની ખાસ ઝલક જોવા મળે છે.
9. વેનેઝુએલા:
દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલ વેનેઝુએલા પોતાના પ્રવાસન માટે જાણીતો દેશ છે. અત્યાર સુધી જેટલી પણ આંતરરાષ્ટ્રીય સૌદર્ય હરિફાઈ યોજાઈ છે. તેમાં મોટાભાગે વેનેઝુએલાના મહિલાઓ જ જીતી છે. અનેક મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ વિજેતા આ દેશની જ મહિલાઓ છે.
10. બ્રિટન:
બ્રિટનની મહિલાઓ સભ્ય અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. અલગ-અલગ સ્કિન ટોન તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે. અહીંયાની મહિલાઓ સભ્ય, શિક્ષત અને ગોર્જિયસ હોય છે. અહીંયાની અભિનેત્રીથી લઈને રાજનેતા અને ખેલાડી પણ કમાલની લાગે છે.
11. અમેરિકા:
અમેરિકા વિશે ઘણી વાતો એવી છે જે તમને ત્યાં જવા માટે ઉત્સાહિત કરે. અમેરિકાના લોકો ખુલ્લા વિચારો ધરાવે છે અને જિંદગીને ખુલીને જીવવામાં માને છે. અહીંયાની મહિલાઓ ખૂબસૂરતીની સાથે સાથે પોતાની કારકિર્દીને પણ શાનદાર રીતે જીવે છે.
12. યૂક્રેન:
પૂર્વી યૂરોપનો આ મોટો દેશ પોતાના ચર્ચ, કાળો દરિયા કિનારો અને વૃક્ષોથી ભરપૂર પહાડો માટે જાણીતો છે. અહીંની મહિલાઓ સુંદર હોવાની સાથે સાથે ઘણી બોલ્ડ હોય છે. પ્રેમાળ ચહેરો અને અનોખો અંદાજ યૂક્રેનની મહિલાઓની ઓળખ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે