દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદેશ
Trending Photos
દુબઈ: શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી.
ગગનચુંબી ઈમારતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ મુજબ બુર્જ ખલીફા શ્રીલંકા સાથે એકજૂથતામાં રંગાયેલું છે. જે સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ બુર્જ ખલીફા ઉપરાંત અબુ ધાબીમાં પણ પ્રમુખ સ્થાનોને શ્રીલંકાના રાષ્ટ્રીય ધ્વજની રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં.
برج خليفة يضيء تضامناً مع #سريلانكا. معاً نحو عالم يسوده السلام والتسامح#BurjKhalifa lights up in solidarity with #SriLanka. Here’s to a world built on tolerance and coexistence pic.twitter.com/3U39ztZd4H
— Burj Khalifa (@BurjKhalifa) April 25, 2019
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધ અમીરાત પેલેસ, શેખ જાયદ બ્રિજ, એડીએનઓસી બિલ્ડિંગ, કેપિટલ ગેટ જેવી ઈમારતોને શ્રીલંકાના રાષ્ટ્રીય ધ્વજના રંગની રોશનીથી રોશન કરવામાં આવી.
કહેવાય છે કે એક સ્થાનિક ઈસ્લામી ચરમપંથી સમૂહ નેશનલ તૌહીદ જમાત (એનટીજે)ના નવ આત્મઘાતી હુમલાખોરોએ 3 ચર્ચ અને 3 લક્ઝરી હોટલોમાં વિસ્ફોટ કર્યાં અને ત્યારબાદથી હજુ પણ સ્થિતિ અસ્થિર બનેલી છે. આ હુમલામાં 253 લોકો માર્યા ગયા છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે