ચીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી માટે કામના સમાચાર, ચીને આપ્યા આ નિર્દેશ
ચીને કોવિડ-19 (Covid-19) મહામારીના લીધે પોતાના ઘરમાં ફેસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students)ને તેમના સંબંધિત કોલેજો સાથે સંપર્કમાં રહેવા અને ઓનલાઇન પાઠ્યક્રમો (Online Courses) દ્વારા પોતાની એકેડમીક પ્રગતિ (Academic Progress)ની સુરક્ષા માટે નિર્દેશોનું પાલન કરવા માટે કહ્યું છે.
Trending Photos
બીજિંગ: ચીને કોવિડ-19 (Covid-19) મહામારીના લીધે પોતાના ઘરમાં ફેસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students)ને તેમના સંબંધિત કોલેજો સાથે સંપર્કમાં રહેવા અને ઓનલાઇન પાઠ્યક્રમો (Online Courses) દ્વારા પોતાની એકેડમીક પ્રગતિ (Academic Progress)ની સુરક્ષા માટે નિર્દેશોનું પાલન કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઇએ કે વિદેશી વિદ્યાર્થીઓની દેશમાં એન્ટ્રી પર હાલ ચીને પ્રતિબંધ લગાવી રાખ્યો છે.
ગત વર્ષે ડેટાના અનુસાર લગભગ 23,000 ભારતીય વિદ્યાર્થી ચીનના યુનિવર્સિટી અને કોલેજોમાં અલગ-અલગ પાઠ્યક્રમોમાં અભ્યાસ કરે છે જેમાંથી 21000થી વધુ એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થી જાન્યુઆરીમાં ચીની નવા વર્ષની રજાઓ દરમિયાન ભારત આવ્યા અને તે સમયે ચીનમાં મહામારી ફેલાવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યાત્રાઓ (International Trips) બંધ થઇ હતી.
ચીની શિક્ષણ મંત્રાલય (Chinese Ministry of Education)એ અહીં ભારતીય દૂતાવાસ (Embassy of India)ને સૂચિત કર્યું, 'વર્તમાનમાં, ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓ અત્યારે દેશમાં પ્રવેશ કરી શકશે નહી પરંતુ ચીન સરકાર આ વિદેશી વિદ્યાર્થીઓના હિતો અને કાનૂની અધિકારો (Legal rights)ના સંરક્ષણને ખૂબ મહત્વ આપે છે.
આ પહેલાં ભારતીય દૂતાવાસે આ સત્તાવાર જાહેરાત બાદ ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાને અધિકારીઓ સમક્ષ ઊઠાવ્યો હતો કે વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષક આગામી નોટીસ સુધી પોતાની કોલેજોમાં પરત ફરી શકશે નહી.
ચીની શિક્ષા મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 'ચીનમાં સંબંધિત યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની સાથે સંપર્ક બનાવી રાખવાની જરૂર રહેશે. સંબંધિત સૂચનનાને તાત્કાલિક જાહેર કરવી પડશે અને ઓનલાઇન અભ્યાસક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓની એકેડમી પ્રગતિને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવો પડશે. વિદ્યાર્થીઓની તાર્કિક માંગ પર યોગ્ય રીતે પ્રતિક્રિયા આપવી અને તેમની વ્યાવરિક મુશ્કેલીઓને ઉકેલવામાં મદદ કરવી પડશે.
ભારતીય દૂતાવાસ સોમવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝના અનુસાર તેને કહ્યું કે 'આ તથ્યને ધ્યાનમાં રાખતાં વિશ્વમાં મહામારીની સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ રહેવાની અને ચીનમાં પ્રવેશ તથા નિકાસ સંબંધિત નીતિઓને ધીરે-ધીરે અનુકૂળ થાય ત્યાં સુધી આ સલાહ આપવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ સંબંધિત ચીની કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે સંપર્કમાં રહે અને કોલેજો અને યુનિર્વસિટીની ભલામણો તથા માર્ગદર્શનના અનુરૂપ ચીનમાં અભ્યાસની વ્યવસ્થા કરે.
ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓના તદનુસાર સંબંધિત યુનિવર્સિટીઓ તથા કોલેજો સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપે છે. સાથે જ ચીન પરત ફરવા સંદર્ભમાં ઉભરતી સ્થિતિની અવગત રહેવા માટે તેમને ચીનમાં ભારતીય દૂતાવસ અથવા વાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ અને તેમના સોશિયલ મીડિયા ચેનલો પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે