ચીન બાદ આ દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ હાહાકાર, એક દિવસમાં 233 દર્દીઓના મોત
ચીન (China) બાદ હવે ઇટલી (Italy) માં કોરોના વાયરસ (coronavirus)થી હાહાકાર મચી ગયો છે. રવિવારે ઇટલીમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 133થી વધીને 366 થઇ ગઇ છે.
Trending Photos
રોમ: ચીન (China) બાદ હવે ઇટલી (Italy) માં કોરોના વાયરસ (coronavirus)થી હાહાકાર મચી ગયો છે. રવિવારે ઇટલીમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 133થી વધીને 366 થઇ ગઇ છે.
ઇટલી સરકારે કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે ઘણા પગલાં ભર્યા છે જેના હેઠળ દેશભરના સિનેમાઘરો, થિયટરો અને મ્યૂઝિયમોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તરી ઇટલીના ઘણા વિસ્તારોમાં 1.5 કરોડ લોકોને બળજબરી પૂર્વક ઘરોમાં બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સરકારે દેશભરમાં સ્કૂલો, નાઇટ ક્લબો અને કસીનોને બંધ કરી દીધા છે.
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ એક હજાર થઇ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)એ કહ્યું કે અત્યાર સુધી વિશ્વમાં કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખથી વધુ કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ડબ્લ્યૂએચઓની રિપોર્ટ અનુસાર 7 માર્ચના રોજ 10 વાગ્યા સુધી વિશ્વમાં કોરોના વાયરસ નિમોનિયાના 1 લાખ હજાર 9 સો 27 કેસની પુષ્ટિ કરવામાં આવી અને 3 હજાર 4 સો 86ના મોત થયા છે.
વકતવ્ય અનુસાર ચીન અને અન્ય દેશોના અનુભવે સાબિત કરી દીધું છે કે કેટલાક સાર્વભૌમિક રૂપથી લાગૂ ઉપાયો દ્વારા વાયરસના પ્રકોપને ધીમો કરી શકાય છે જેથી મહામારીનો પ્રભાવ ઓછો થઇ શકે છે. આ ઉપાયોમાં એ પણ સામેલ છે કે આખો સમાજ કાર્યવાહી કરે છે, સંક્રમણનું નિદાન કરે છે, દર્દીઓની દેખભાળ કરે છે, પુષ્ટિ કરવામાં આવેલા કેસમાં વૃદ્ધિના ઉપાય માટે હોસ્પિટલ અને ક્લિનિક તૈયાર કરે છે અને ડોક્ટરો માટે સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વક્તવ્યમાં કહ્યું કે તે સતત તમામ દેશો, ભાગીદારો અને વિશેષજ્ઞ નેટવર્ક સાથે સહયોગ કરશે, આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓનું સમન્વય કરશે, માર્ગદર્શક નીતિઓ બનાવશે, આપૂર્તિ વિતરિત કરશે, જ્ઞાન શેર કરશે અને લોકોને સુરક્ષાત્મક જાણકારી આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે