શું નેતા પર હુમલાથી રાજકીય પાર્ટીઓને મળે છે ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પ પર એટેક બાદ શરૂ થઈ ચર્ચા

અત્યાર સુધી દેશ-વિદેશમાં જે રાજકીય નેતાઓ પર હુમલો થયો છે.. તેમને કે તેમની પાર્ટીને શાનદાર સફળતા મળી છે... ત્યારે એ જોવાનું રહેશે કે અમેરિકામાં હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થાય છેકે નહીં?.
 

શું નેતા પર હુમલાથી રાજકીય પાર્ટીઓને મળે છે ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પ પર એટેક બાદ શરૂ થઈ ચર્ચા

વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો... જોકે તેમાં ટ્રમ્પ સુરક્ષિત છે.... પરંતુ સોશિયલ મીડિયાથી લઈને રસ્તા સુધીની હવા તેમના પક્ષમાં આવી ગઈ છે... આ દરમિયાન વિપક્ષી પાર્ટી કહી રહી છે કે હુમલાથી ટ્રમ્પને સિમ્પથી વોટ મળશે... ત્યારે શું હોય છે સિમ્પથી વોટ?... શું હકીકતમાં હુમલાથી નેતાઓને ચૂંટણીમાં ફાયદો થાય છે?... જોઈશું આ રિપોર્ટમાં... 

આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે હાલમાં અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું.... પેન્સિલ્વેનિયાના બટલર શહેરમાં ટ્ર્મ્પ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક 20 વર્ષના લબરમૂછિયા યુવકે તેમને મારવાનો પ્રયાસ કર્યો.... જોકે ગોળી ટ્રમ્પ કાનને સ્પર્શ કરતી નીકળી ગઈ... તેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ચૂંટણી પરિણામ નક્કી થઈ ગયા છે... ટ્રમ્પને મોટી સંખ્યામાં સિમ્પથી વોટ મળી શકે છે.

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સિમ્પથી વોટ શું છે?.. તો કેમ્બ્રિજ ડિક્શનેરીમાં જણાવ્યા પ્રમાણે. આ તે તક છે, જ્યારે ઘણા બધા લોકો કોઈ વ્યક્તિને એટલા માટે પસંદ કરે છે. કેમ કે થોડા સમય પહેલાં તેના પર હુમલો થયો હોય કે તેની સાથે કોઈ દુર્ઘટના બની હોય. દુનિયાના અનેક દેશોમાં જે નેતાઓ પર ગંભીર હુમલા થયા છે, લોકો તેમના સપોર્ટમાં આવી છે અને તે નેતા ચૂંટણીમાં વિજેતા પણ બન્યા છે.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર વર્ષ 2022માં રેલી દરમિયાન ફાયરિંગ થયું... જેમાં ઈમરાન ખાનને ઈજા થઈ, જ્યારે 1 વ્યક્તિનું મોત થયું... જેના પછી ઈમરાન ખાનને લોકોનો ભરપૂર સપોર્ટ મળ્યો... લોકો તેમને દેશને નવી ઉંચાઈએ લઈ જનારા નેતા તરીકે જોવા લાગ્યા.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભૂટ્ટોની હત્યા પછી પણ આવું જ થયું.... ભારે સુરક્ષાની વચ્ચે ચૂંટણી રેલીઓ કરતાં તેમના પતિ આસિફ અલી ઝરદારીએ પત્નીનો હવાલો આપતાં દેશની સુરક્ષાની વાત કરતા... પરિણામ એ આવ્યું કે તે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા.... 

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝેયર બોલ્સોનારો પર વર્ષ 2018માં એક ઈવેન્ટ દરમિયાન ચાકૂથી હુમલો કરવામાં આવ્યો... તેનાથી બોલ્સોનારોની ઈમેજ બદલાઈ અને તે મતદારોમાં લોકપ્રિય બની ગયા.... અને 2019ની ચૂંટણીમાં તેમને ભવ્ય જીત મળી.

ભારતની વાત કરીએ તો કોંગ્રેસને 1984માં સૌથી મોટી જીત મળી હતી... કેમ કે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા પછી દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.... જેમાં કોંગ્રેસને 514માંથી 404 બેઠકો મળી હતી. 

1991માં ભારતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી તમિલનાડુમાં ચૂંટણીના કાર્યક્રમ માટે આવ્યા હતા... તે દરમિયાન તેમને એક મહિલાએ માળી પહેરાવી હતી... તેના પછી બ્લાસ્ટમાં રાજીવ ગાંધી સહિત 18 લોકોનાં મોત થયા હતા... તેના કારણે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં આવી હતી.

રાષ્ટ્રપતિ બન્યા પછી 2 મહિનાની અંદર અમેરિકામાં રોનાલ્ડ રીગન પર જીવલેણ હુમલો થયો.... તેના પછી તેમની લોકપ્રિયતામાં ધરખમ વધારો થયો... માનવામાં આવે છે કે આ હુમલા પછી ઉભી થયેલી સિમ્પથીના કારણે તેઓ 1984માં ફરી એકવાર વિજયી બન્યા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news