આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં કમાન્ડો કે સેના નહીં...ખતરનાક પક્ષીઓ છે તહેનાત

રશિયામાં રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આજુબાજુની મુખ્ય સરકારી ઈમારતોની સુરક્ષા આમ તો ત્યાંનું પ્રશાસન ચુસ્ત રાખે છે પરંતુ દેશના રક્ષા વિભાગે તે માટે બાજ અને ઘુવડોની એક ટીમ તૈયાર કરી રાખી છે.

આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં કમાન્ડો કે સેના નહીં...ખતરનાક પક્ષીઓ છે તહેનાત

નવી દિલ્હી: આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખુબ વધારે હોય છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષામાં ટ્રેઈન્ડ કમાન્ડોને તહેનાત કરાય છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા ચૂક ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પર ડ્રોન કેમેરા દ્વારા નજર રખાય છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપી લોકોની સુરક્ષા માટે કોઈ કમાન્ડો, સિક્યુરિટી ગાર્ડ કે  પછી ડ્રોન કેમેરા નહીં પરંતુ પક્ષીઓને તહેનાત કરાય છે. દુનિયામાં એવા પણ દેશ છે જ્યાં રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં બાજ અને ઘુવડ તહેનાત કરાય છે. 

1984માં બનાવવામાં આવી હતી ઘુવડની ટીમ
રશિયામાં રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આજુબાજુની મુખ્ય સરકારી ઈમારતોની સુરક્ષા આમ તો ત્યાંનું પ્રશાસન ચુસ્ત રાખે છે પરંતુ દેશના રક્ષા વિભાગે તે માટે બાજ અને ઘુવડોની એક ટીમ તૈયાર કરી રાખી છે. જેને વર્ષ 1984માં બનાવવામાં આવી હતી. હાલના સમયમાં 10થી વધુ બાજ અને ઘુવડ આ ટીમમાં છે. આ બાજ અને ઘુવડોને સુરક્ષા માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ અપાય છે. જેથી કરીને સુરક્ષામાં કોઈ પણ કમી ન રહી જાય. 

સુરક્ષામાં પક્ષીઓનો ઉપયોગ કેમ?
રિપોર્ટ્સનું માનીએ તો રાષ્ટ્રપતિ ભવનને કાગડાઓથી બચાવવા માટે આ બાજ અને ઘુવડોની તહેનાતી કરાય છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ મુજબ કાગડાઓના મળ મૂત્રથી રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસની ઈમારતો ગંદી થાય છે, ત્યારબાદ તેની સફાઈ અને અન્ય કામગીરી માટે ખુબ મહેનત અને પૈસા ખર્ચવા પડે છે. આથી આવા કાગડાઓથી રાષ્ટ્રપતિ ભવનને બચાવવા માટે અહીં બાજ અને ઘુવડોની તહેનાતી કરાઈ છે. 

ખાસ પ્રકારની જાતિના છે આ ઘુવડો અને બાજ
આ ટીમમાં 20 વર્ષની એક માદા બાજ 'આલ્ફા' અને 'ફાઈલ્યા' નામનો ઘુવડ છે જે ખાસ વિશેષતા ધરાવે છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનની આસપાસ કાગડાનો અવાજ પણ સાંભળી લે કે તેને આકાશમાં મંડરાતા જુએ તો તે કાગડાનું તો પછી આવી જ બને. તરત જ આ બાજ અને ઘુવડ તેમના પર તૂટી પડે છે અને કાં તો દૂર ભગાડી દે અથવા તો મારી નાખે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news