Russia-Ukraine War: 'ભારતીય નાગરિકો જલદી છોડી દે યુક્રેન', ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
Ukraine News: યુક્રેનમાં છેલ્લા 10 દિવસથી રશિયા સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેન પર પહેલા મિસાઇલ અને હવે ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.
Trending Photos
કીવઃ Embassy of India in Ukraine Advisory: યુક્રેનમાં ખરાબ થતી સુરક્ષાની સ્થિતિ અને હાલમાં થયેલા હુમલાને જોતા ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. બુધવાર (19 ઓક્ટોબર) એ ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતના નાગરિકોને યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને જલદી યુક્રેન છોડવાની સલાહ આપી છે.
બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર ક્ષેત્રોમાં માર્શલ લોની જાહેરાત કરી છે. આ ક્ષેત્ર છે- લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિજ્જિયા અને ખેરસોન, તેના પર રશિયાએ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. માર્શલ લોની જાહેરાત બાદ રશિયાના બધા ક્ષેત્રોના પ્રમુખોને વધારાની ઇમરજન્સી શક્તિઓ મળી ગઈ છે.
Advisory for Indian Nationals@MEAIndia @DDNewslive @DDNational @PIB_India @IndianDiplomacy pic.twitter.com/bu4IIY1JNt
— India in Ukraine (@IndiainUkraine) October 19, 2022
શું કહ્યું વ્લાદિમીર પુતિને?
વ્લાદિમીર પુતિને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન કહ્યું કે મેં રશિયન સંઘના આ ચાર વિષયોમાં માર્શલ લો લાગૂ કરવા માટે એક ડિક્રી પર હસ્તાક્ષક કર્યા છે. ત્યારબાદ ક્રેમલિને એક ડિક્રી પ્રકાશિત કરી જેમાં કહેવામાં આવ્યું છે કે ગુરૂવારની શરૂઆતથી આ ક્ષેત્રોમાં માર્શલ લો લાગૂ થઈ જશે.
યુક્રેન પર હુમલામાં વધારો
રશિયાએ હાલમાં યુક્રેન પર હુમલામાં વધારો કરી દીધો છે. સોમવાર 17 ઓક્ટોબરે યુક્રેનના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેન તરફથી કહેવામાં આવ્યું હતું કે ડ્રોન હુમલામાં છ લોકોના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. આ પહેલા 10 ઓક્ટોબરે રશિયાએ આશરે 84 જેટલી મિસાઇલો યુક્રેન પર છોડી હતી. આ હુમલામાં 19 જેટલા લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે