ફ્રાન્સનો આતંકવાદ પર મોટો પ્રહાર, માલીમાં એર સ્ટ્રાઈક કરી 50 આતંકીઓનો ખુડદો બોલાવ્યો
ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી હુમલા બાદ સમગ્ર યુરોપમાં હડકંપ મચી ગયો છે. આ બધા વચ્ચે ફ્રાન્સે આતંકી સંગઠન અલ કાયદા પર કેર વર્તાવ્યો છે. ફ્રાન્સના રક્ષામંત્રીના જણાવ્યા મુજબ ફ્રાન્સની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ફ્રાન્સ (France) માં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી હુમલા બાદ સમગ્ર યુરોપમાં હડકંપ મચી ગયો છે. આ બધા વચ્ચે ફ્રાન્સે આતંકી સંગઠન અલ કાયદા પર કેર વર્તાવ્યો છે. ફ્રાન્સના રક્ષામંત્રીના જણાવ્યા મુજબ ફ્રાન્સની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો છે. જેમાં 50 આતંકીઓનો ખાતમો બાલાવ્યો છે. અલ કાયદાએ ફ્રાન્સને ધમકી પણ આપી છે.
આ ઉપરાંત ચાર આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે. ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાને લઈને છેડાયેલા વિવાદ બાદ અનેક શહેરોમાં આતંકી હુમલાની ઘટના ઘટી. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચેતવણી આપી હતી કે તેઓ હિંસાનું સમર્થન કરતા નથી અને આવા હુમલા કરનારાઓે બરાબર પાઠ ભણાવવામાં આવશે.
ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લીના જણાવ્યાં મુજબ 30 ઓક્ટોબરના રોજ ફ્રાન્સની સેનાએ માલીમાં એર સ્ટ્રાઈક કરી છે. જેમાં 50થી વધુ આતંકીઓ માર્યા ગયા છે તથા હથિયારોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ચાર આતંકીઓ જીવતા પકડાયા. આ એરસ્ટ્રાઈકની જાણકારી ફ્રાન્સ દ્વારા સોમવારે શેર કરાઈ. મળતી માહિતી મુજબ આ ઠેકાણાથી એક્સ્પ્લોઝિવ, સ્યૂસાઈડ વેસ્ટ સહિત અન્ય સામાન મળ્યો છે.
ડ્રોન અને મિરાજનો કરાયો ઉપયોગ
ફ્રાનસ્ની સેનાએ આ એક્શન વેસ્ટ આફ્રિકાના બુર્કિના ફાસો અને નિગેરની બોર્ડર પર લીધુ જ્યાં ફ્રેન્ચ સેના ઈસ્લામિક આતંકવાદ વિરુદ્ધ લડત લડી રહી છે. ફ્રાન્સની સેનાએ અહીં મિરાજ જેટ, ડ્રોનનો સહારો લીધો અને ત્રીસથી વધુ મોટરસાઈકલો બરબાદ કરી. જેના પર આતંકીઓ જઈ રહ્યા હતાં.
ફ્રાન્સની સરકારના જણાવ્યાં મુજબ આ આતંકીઓને અલ કાયદા સાથે સંબંધ હતો. આ લોકો ગ્રુપ ઓફ ઈસ્લામ એન્ડ મુસ્લિમ સંગઠન માટે કામ કરતા હતા. જે સમયે આતંકીઓ મોટર સાયકલ પર ટોળામાં જઈ રહ્યા હતાં ત્યારે ડ્રોન દ્વારા ફ્રાન્સની સેનાએ તેમને જોયા અને પછી હુમલો કર્યો.
ફ્રાન્સ અનેક આતંકી હુમલાનો બન્યું ભોગ
અત્રે જણાવવાનું કે ફ્રાન્સમાં હાલમા જ એક કાર્ટૂનને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ બે ત્રણ શહેરોમાં આતંકી હુમલા થઈ ચૂક્યા છે. પેરિસ અને ત્યારબાદ નીસમાં લોન વુલ્ફ એટેક થયા છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત ચર્ચના પાદરી ઉપર પણ ચાકૂથી હુમલો થયો.
ઓસ્ટ્રિયામાં પણ આતંકી હુમલો
ફ્રાન્સ સિવાય ઓસ્ટ્રિયાના વિયેનામાં પણ આતંકી હુમલાની ઘટના ઘટી. યુરોપના અનેક દેશો હવે સતર્કતા વર્તી રહ્યા છે. કાર્ટૂન વિવાદના કારણે ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે.
અલ કાયદાએ ફ્રાન્સને આપી ધમકી
અલકાયદાએ મોહમ્મદ પયગંબરના કાર્ટૂન બનાવવા બદલ લોકોની હત્યાને યોગ્ય ઠેરવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી પણ આપી. મેક્રોને આ કાર્ટૂનને ફ્રિડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેસના આંચળા હેઠળ યોગ્ય ઠેરવતા તેમના નિવેદને મુસ્લિમોને સખત નારાજ કર્યા છે. કટ્ટરવાદીઓ તેમની સામે પડ્યા છે. અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
અલ કાયદાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મહમ્મદ પયગંબરનું અપમાન કરનારા કોઈની પણ હત્યા કરવી એ દરેક મુસ્લિમનો હક છે. તેણે એવું પણ કહ્યું કે ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર એટલું પૂરતું નથી. બહિષ્કાર કરવો એ ફરજ છે પણ પૂરતું નથી. તેણે એમ પણ કહ્યું કે તે મેક્રોનના નિવેદનનો બદલો લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે