માતાના મોત બાદ રજામાંથી પાછો આવ્યો, Google આપ્યો એવો ઝટકો કે...

આઈટી સેક્ટરમાં મોટા પાયે છટણી થઈ રહી છે. રોજ મોટી મોટી કંપનીઓમાંથી એવા સમાચારો આવે છે કે, એક ઝટકામાં તેના હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ રહ્યા છે. અને આ ઝટકાની જે અસર થઈ રહી છે તેના સમાચારો પણ આવી રહ્યા છે.

માતાના મોત બાદ રજામાંથી પાછો આવ્યો, Google આપ્યો એવો ઝટકો કે...

google lay offs: આઈટી સેક્ટરમાં મોટા પાયે છટણી થઈ રહી છે. રોજ મોટી મોટી કંપનીઓમાંથી એવા સમાચારો આવે છે કે, એક ઝટકામાં તેના હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ રહ્યા છે. અને આ ઝટકાની જે અસર થઈ રહી છે તેના સમાચારો પણ આવી રહ્યા છે. ટેક જાયન્ટ કંપની ગૂગલના એક કર્મચારી સાથે આવું જ થયું. ગૂગલના એક સોફ્ટવેર એન્જિનિયરે કહ્યું કે , તે પોતાની માતાના શ્રાદ્ધથી પાછો આવ્યો જ હતો કે તેને કાઢી મુકવામાં આવ્યો.

ગૂગલના આ પૂર્વ કર્મચારીનું નામ ટૉમી યોર્ક છે. ટોમીની નોકરી કથિત રીતે ગૂગલે છીનવી લીધી. ટોમીએ લિંક્ડઈન પર પોતાની આપવીતી લખી. કેન્સરના કારણે ટોમીની માતા ડિસેમ્બરમાં ગુજરી ગયા હતા. તેણે વિચાર્યું હતું કે માતાના ગુજરવા વિશે લખશે. તેની પીડા વિશે લખશે પરંતુ તેણે કહ્યું કે આ નબળી ક્ષણમાં હુમલો કરવા જેવું છે.

ટોમીએ લખ્યું કે, "કોઈ અન્ય દુનિયામાં કદાચ હું માતા માતાના અવસાન વિશેષ લખત. લખું પણ કેવી રીતે કે સ્પેસ લેવી જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય વિશે લખ્યું હતો, જેની ખુલીને અને ઈમાનદારીથી વાત કરવી ગૂગલ જેવી કંપનીઓનો ભાગ હતો. કે એ લખી શકતો કે મહીનાઓની ચિંતા, તણાવ અને અને દુઃખને ઓછું કરવા મે કેવી રીતે સમય વિતાવ્યો, એના બદલે કે, હું થાકી ગયો છું અને નિરાશ છું.

જો કે, મે મારાથી પણ ખરાબ સ્થિતિમાં રહેલા લોકોની વાતો સાંભળી છે. પરંતુ આ પણ ચહેરા પર એક થપ્પડ સમાન લાગી રહ્યું છે. જે તમને ત્યારે મારવામાં આવી જ્યારે તમે તૂટેલા છો."

ટોમીએ જણાવ્યું કે તેણે ડિસેમ્બર, 2021માં ગૂગલ જોઈન કર્યું હતું અને તેમના માતાને ફેબ્રુઆરી 2022માં કેન્સરનું નિદાન થયું. આ એ સમય હતો જ્યારે તેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ પુરો થતા જ તેને પ્રોજેક્ટ મળવાની શરૂઆત થઈ હતી. ઓફિસમાં બધુ જાતે જ કરવાનું હતું અને તેમાં જ માતાને ડૉક્ટરની પાસે લઈ પણ જવાની હતી.

"બીજી પણ કંપનીઓ છે. હંમેશા જ કામ કરવાના અવસર મળશે પરંતુ માતા-પિતા એક જ વાર મરે છે. હું આભારી છું કે મે એ સમય પોતાની માતા સાથે વિતાવ્યો. ન એવી કંપની માટે, જે કોઈ શુક્રવારની સવારે એ નક્કી કરી દે છે તેમનું કામ નથી."

ગૂગલે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે 12 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપનીઓ છટણી કરી રહી છે. ત્યારે તેનો ભોગ બનેલા કર્મચારી ટોમીએ તેની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે, "ગૂગલની સૌથી મોટી તાકાત શું છે? ત્યાં કામ કરી રહેલા સોફ્ટવેર એન્જીનિયર્સ તેઓ ત્યાં એટલા માટે રહે છે કારણ કે ગૂગલ તેમને આગળ વધવાની આઝાદી આપે છે. એક હેલ્ધી સંસ્કૃતિ બનાવવામાં વર્ષો લાગે છે અને તૂટવામાં એક ક્ષણ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news