Corona થી મોતના મામલામાં ગુજરાતે વધુ સતર્કતા રાખી, દેશ અને દુનિયામાં સ્થિતિ વધુ વણસી
કોરોના એટલે COVID19 જેણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાંથી શરૂ થયેલો આ વાયરસ ધીમે-ધીમે અનેકો દેશમાં ફેલાયો હતો. અને ભારતમાં પણ કોરોનાએ પગપસેરો કર્યો હતો. જ્યારે, 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. જેના કારણે લોકો આજે એક વર્ષ બાદ પણ ગુજરાતમાં 4 હજારથી વધુ મૃત્યું થયા છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ 19 માર્ચ 2020 આ તારીખ ગુજરાતના ઈતિહાસ માટે કાળો દિવસ સમાન છે. આ દિવસે ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. જે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો. ત્યારે આજે 19 માર્ચ છે અને આજે ગુજરાતમાં કોરોના ફેલાયાને એક વર્ષ થયું છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું કોરોના મોતના આંકડા વિશે. કોરોના એટલે COVID19 જેણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાંથી શરૂ થયેલો આ વાયરસ ધીમે-ધીમે અનેકો દેશમાં ફેલાયો હતો. અને ભારતમાં પણ કોરોનાએ પગપસેરો કર્યો હતો. જ્યારે, 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. જેના કારણે લોકો આજે એક વર્ષ બાદ પણ ગુજરાતમાં 4 હજારથી વધુ મૃત્યું થયા છે.
કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ
ગુજરાતમાં 22 માર્ચ 2020ના રોજ ગુજરાતના પ્રથમ દર્દીનું કોરોના થતા મૃત્યુ નોંધાયું હતું. સુરતના મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. આ વૃદ્ધા દિલ્લી અને જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. જ્યારે, 17 માર્ચના રોજ તેમને કિડનીમાં તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે, 21 માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે, રિપોર્ટ આવ્યાના બીજા દિવસે જ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૃત્યુ દર મામલે ગુજરાતની પરિસ્થિતી અન્ય રાજ્ય સાથે
ગુજરાતમાં અત્યારસુધી કોરોનાથી 4433 લોકોના મોત થયા હતા. ત્યારે, કોરોના સૌધી ઓછા મૃત્યુ નોંધાયા હોય તે ભારતની જગ્યા છે લક્ષદ્વીપ જ્યાં અત્યારસુધી માત્ર 1 મૃત્યુ નોંધાયું છે. જ્યારે, સૌધી વધુ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 53,080 મોત નોંધાઈ ચુક્યા છે. વાત કરવામાં આવે તો મોતના મામલે ગુજરાત અન્ય રાજ્યો કરતા સારી પરિસ્થિતી છે.
રાજ્ય મોત
અંદમાન અને નિકોબાર 62
આંધ્ર પ્રદેશ 7,186
અરૂણાચલ પ્રદેશ 56
અસમ 1,099
બિહાર 1,554
ચંદીગઢ 359
છત્તીસગઢ 3,915
દાદરા અને નગર હવેલી, દમણ અને દિપ 2
દિલ્લી 10,948
ગોવા 812
ગુજરાત 4,433
હરયાણા 3,083
હિમાચલ પ્રદેશ 1,011
જમ્મુ એન્ડ કશમીર 1,977
ઝારખંડ 1,094
કર્ણાટક 12,407
કેરલા 4,435
લદ્દાખ 130
લક્ષદ્વીપ 1
મધ્ય પ્રદેશ 3,893
મહારાષ્ટ્ર 53,080
મણિપુર 373
મેઘાલય 148
મિઝોરામ 11
નાગાલેન્ડ 91
ઓરિસા 1,918
પુડ્ડુચેરી 673
પંજાબ 6,172
રાજસ્થાન 2,791
સિક્કીમ 135
તામિલ નાડુ 12,654
તેલંગાણા 1,662
ત્રિપુરા 391
ઉતરાખંડ 1,704
ઉત્તર પ્રદેશ 8,751
પશ્ચિમ બંગાળ 10,298
------------
કુલ 1,59,220
ભારતની અન્ય દેશો સાથે સરખામણી
આંતરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો પુરા વિશ્વમાં કોરોનાના કારણે 26,95,132 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જ્યારે, ભારતમાં 1,59,220 લોકોના મોત નોંધાયા છે. જેમાં ભારત સમગ્ર વિશ્વમાં કોરોના મોતના મામલે ત્રીજા નંબર પર આવે છે.
કોરોનાનું 365 દિવસનું સરવૈયું, બદલાયું કંઈ નહિ, પણ બમણા જોરથી ફરી પાછો આવ્યો કોરોના
10 દેશ જ્યાં મોતનો આંકડા છે સૌધી વધુ
દેશ મોત
1. અમેરિકા 5,50,736
2. બ્રાઝિલ 2,85,136
3. મેક્સિકો 1,95,908
4. ભારત 1,59,220
5. બ્રિટેન 1,25,831
6. ઈટલી 1,03,432
7. રશિયા 93,824
8. ફ્રાન્સ 91,437
9. જર્મની 74,677
10. સ્પેન 72,793
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે