બ્રિટનથી આવ્યો નથી Covid-19નો નવો વેરિએન્ટ, આ દેશમાં પહેલાથી હતો અસ્તિત્વમાં
ચીનના શહેર વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ (corona Virus)થી લોકોનું જીવન પહેલેથી જ ખરાબ હતું. હવે બ્રિટેનથી આવેલા કોવિડ-19ના ન્યૂ સ્ટ્રેન (New Strain of Covid-19)એ દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે
Trending Photos
પેરિસ: ચીનના શહેર વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ (corona Virus)થી લોકોનું જીવન પહેલેથી જ ખરાબ હતું. હવે બ્રિટેનથી આવેલા કોવિડ-19ના ન્યૂ સ્ટ્રેન (New Strain of Covid-19)એ દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્રાન્સના રેનેસમાં કોરોનાનો નવો વેરિએન્ટ (New variant of coronavirus)ના કેસ સામે આવ્યા છે. જેના કારણે ફ્રાન્સમાં અફરા-તફરીનો માહોલ છે. ફ્રાન્સના રેનેસની નજીક એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં જે લોકો સંક્રમિત થયા છે. તે બ્રિટેનના કોવિડ-19ના નવા વેરિએન્ટથી મેચ કરતા નથી.
ફ્રાન્સમાં સામે આવ્યા નવા વેરિએન્ટના બે ક્લસ્ટર
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, પેરિસના દક્ષિણના ઉપનગર બાગનેક્સમાં અને પશ્ચિમ ફ્રાન્સના બ્રિટની વિસ્તારમાં કેરોનાના નવા વેરિએન્ટનાં બે ક્લસ્ટર મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, અમે સ્પષ્ટ રીતથી બે સમૂહોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેનેસ શહેર નજીક એક કેર હોમમાં રહેતા સાત લોકો અને બે સ્ટાફ વાયરસના નવા વેરિએન્ટથી સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:- Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા
ફ્રાન્સમાં પહેલાથી જ હાજર હતા મ્યૂટેન્ટ વાયરસ
મંત્રાલયે કહ્યું કે આવતા અઠવાડિયાની શરૂઆતમાં આ લોકોના અંતિમ ટેસ્ટ રિપોર્ટ આવી શકે છે. બોગનેક્સમાં એક વ્યક્તિમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનું સંક્રમણ મળી આવ્યું છે. જો કે, સંક્રમિત વ્યક્તિ અને બ્રિટનથી મુસાફરી કરતા કોઈપણ વચ્ચે સંપર્ક હોવાના કોઈ પુરાવા અધિકારીઓને મળ્યા નથી. આ અંગે મંત્રાલયે કહ્યું કે આ પુરાવા છે કે ફ્રાન્સમાં મ્યુટન્ટ વાયરસ પહેલાથી ફેલાઈ રહ્યો છે. બીજી તરફ, સંક્રામક રોગના નિષ્ણાત રેન્સ યુનિવર્સિટી હોસ્પિટલના મેથ્યુ રેવેટે જણાવ્યું હતું કે "સંક્રમિત લોકોની બીમારી હાલના વાયરસથી કંઇક અલગ નથી કારણ કે વિશ્લેષણ દર્શાવે છે કે આ કિસ્સાઓમાં ઇંગ્લેન્ડ સાથે એક લિંક હતી.
નવા વેરિએન્ટથી અત્યાર સુધીમાં 19 લોકો સંક્રમિત
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ફ્રાન્સમાં નવા વેરિએન્ટથી સંક્રમિત 19 લોકોની ઓળખ થઈ છે. તેમાથી કેટલાક કેસો સામે આવ્યા છે, જેઓ એક અલગ પ્રકારનાં વેરિએન્ટથી સંક્રમિત થયા છે. તમને જણાવી દઈએ કે આ વેરિઅન્ટ સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં બહાર આવ્યો હતો. તે પછી તે હવે યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના નવા વેરિએન્ટના કેસો સામે આવ્યા બાદ, અહીં સેમ્પલની તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સાથે જ જે લોકોમાં નવા સ્ટ્રેન મળ્યા, તેમને આઇસોલેશનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:- VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ
બ્રિટેનની સાથે ફ્રાન્સની બોર્ડર બંધ
ફ્રાંસના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે કહ્યું કે, તેમનો દેશ બ્રિટન સાથેની તેની સરહદ પર આગળના આદેશો સુધી મુસાફરી પ્રતિબંધ રાખશે. જ્યાં સુધી પરિસ્થિતિ સુધારવામાં નહીં આવે ત્યાં સુધી આ સરહદ લોકો માટે ખોલવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે ફ્રાંસને કોરોનાના આ વેરિએન્ટથી બચાવવા માટે સરકાર તમામ પગલાં લઈ રહી છે. આમાં તપાસ ઝડપી કરવી, આઇસોલેશન, મુસાફરી પર પ્રતિબંધ સહિત બધુ જ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે