રાજનાથના નિવેદનથી ગભરાયા ઇમરાન ખાન, કહ્યું- વિશ્વ ભારતના પરમાણુ શસ્ત્ર પર રાખે નજર

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવદેન પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગભરાઇ ગયા છે. ઇમરાન ખાન હવે કહી રહ્યાં છે કે, વિશ્વ ભારતના પરમાણુ શસ્ત્ર પર નજર રાખે. ખરેખરમાં, રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભવિષ્યમાં પહેલા હુમલો ના કરવાની નિતિ પર વિચાર કરે

રાજનાથના નિવેદનથી ગભરાયા ઇમરાન ખાન, કહ્યું- વિશ્વ ભારતના પરમાણુ શસ્ત્ર પર રાખે નજર

ઇસ્લામાબાદ: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવદેન પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગભરાઇ ગયા છે. ઇમરાન ખાન હવે કહી રહ્યાં છે કે, વિશ્વ ભારતના પરમાણુ શસ્ત્ર પર નજર રાખે. ખરેખરમાં, રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત ભવિષ્યમાં પહેલા હુમલો ના કરવાની નિતિ પર વિચાર કરે. કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને વિશ્વના નેતાઓને મનાવવામાં નિષ્ફળ થયા પછી હવે વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના પરમાણુ શસ્ત્રનો મુદ્દો ઉઠાવ્યો છે.

ઇમરાન ખાને રવિવારે ભારતના પરમાણુ શસ્ત્રાગારની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા આંતરરાષ્ટ્રીય સમુદાયે નોંધ લેવા અપીલ કરી છે. ખાને ટ્વિટર પર કહ્યું કે, મોદી સરકારના નિયંત્રણમાં ભારતના પરમાણુ શસ્ત્રની સુરક્ષા પર ગંભીર વિચાર કરવાની જરૂરીયાત છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે, ઇસ્લામાબાદ જોડે હવે માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) મુદ્દા પર વાતચીત થશે.

પાકિસ્તાનના વડાપ્રધાને ભારતના ગૃહમંત્રી અમિત શાહના તે નિવેદનનું પુનરાવર્તન કરતા કહ્યું કે પીઓકે અને અક્સાઈ ચીન કાશ્મીરનો એક ભાગ છે. ખાને ટ્વિટમાં કહ્યું કે, ભારતમાં મુસ્લિમોને મતાધિકારીથી વંચિત કરવામાં આવી રહ્યાં છે અને આરએસએસના લોકો ઉપદ્રવ મચાવી રહ્યાં છે.

પાકિસ્તાને કલમ 370 હટાવવા પર અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ કરવા પર રાજ્ય-હરણ ગણાવ્યું હતું. બધારણીય કલમ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજજો પ્રાપ્ત હતો. ભારત પર પ્રતિબંધ લગાવવાના ઉદેશ્યથી પાકિસ્તાને સમગ્ર દુનિયાના નેતાથી સંપર્ક કર્યો પરંતુ તે તેના સારા અને ખરાબ દિવસના મિત્ર ચીન સિવાયના અન્ય દેશોને મનાવવામાં નિષ્ફળ ગયું.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પણ દરવાજો ખખડાવ્યો જ્યાં આ મુદ્દા પર સુક્ષરા પરિષદના સ્થાયી સભ્યોની વચ્ચે બંધ બારણે ચર્ચાઓ થઇ હતી. પરંતુ ત્યાં પણ ચીનને છોડી યૂનએસસીના પાંચ સ્થાઇ સભ્યોમાંથી અન્ય સભ્યોએ જમ્મુ-કાશ્મીરના સંબંધમાં ભારતના વિકાસના એજન્ડાનું સમર્થન કર્યું. ઇમરાને એક અન્ય ટ્વિટમાં કહ્યું, ‘હિન્દૂ વર્ચસ્વવાદથી ના માત્ર ભારત, પરંતુ પાકિસ્તાનમાં પણ લઘુમતીઓને ખતરો છે. આ ખતરો પાકિસ્તાન સુધી વધી ગયો છે.’
(input: IANS)

જુઓ Live TV;- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news