Joe Biden વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા, વ્હાઇટ હાઉસે હવાને ગણાવી જવાબદાર
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જો બાઇડેન વિમાનની સીડીઓ પર ત્રણવાર પડ્યા. પડ્યા પછી તે બે વાર ફરીથી હાથના સહારે ઉભા થયા, પરંતુ ત્રીજી વાર ઘૂંટણના સહારે પડ્યા.
Trending Photos
વોશિંગટન: શું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) સંપૂર્ણપણે ફીટ છે? આ પ્રશ્ન ઉભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો (Viral Video) વડે જેમાં બાઇડેન વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓ પર પડ્યા. જોકે સદનસીબે તેમને કોઇ ઇજા પહોંચી નથી. ત્રણવાર પડવા છતાં પોતાને સંભાળતા વિમાનમાં પહોંચ્યા અને પોતાના ગંતવ્ય માટે રવાના થયા. જોકે વ્હાઇટ હાઉસે તેના માટે હવાને જવાબદાર ગણાવી છે.
અચાનક બગડી ગયું Balance
રાષ્ટ્રપતિ જો બાઇડેન શુક્રવારે એટલાન્ટા (Atlanta) ના પ્રવાસે જઇ રહ્યા હતા, જ્યાં તેમણે એશિયાઇ-અમેરિકા ગ્રુપના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી. 'ધન સન'ના રિપોર્ટ અનુસાર એટલાન્ટ રવાના થવા માટે જ્યારે તે એરફોર્સ વન (Air Force One) ના વિમાનમાં સવાર થવા માટે સીડીઓ ચડવા લાગ્યા, ત્યારે તેમનું સંતુલન બગડી ગયું અને તે સીડીઓ પર જ ડગમગવા લાગ્યા. જો બાઇડેન (Joe Biden) સાથે આ ઘટના એકવાર નહી પણ ત્રણ વાર થઇ. એટલા માટે તેમના સ્વાસ્થ્ય પર સવાલ ઉભા થયા છે.
It had to be done. pic.twitter.com/7PsDHGKbiC
— Caleb Hull (@CalebJHull) March 19, 2021
Side Railing નો લીધો સહારો
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જો બાઇડેન વિમાનની સીડીઓ પર ત્રણવાર પડ્યા. પડ્યા પછી તે બે વાર ફરીથી હાથના સહારે ઉભા થયા, પરંતુ ત્રીજી વાર ઘૂંટણના સહારે પડ્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિ સીડીઓની સાઇડ રેલિંગને પકડીને કોઇપણ પ્રકારે ઉપર પહોંચ્યા અને વિમાનમાં બેસીને રવાના થયા. આ વીડિયોને અત્યાર સુધી ઘણીવાર જોવામાં આવ્યો છે અને લોકો રાષ્ટ્રપતિ સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
White House એ આપ્યું આ નિવેદન
તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ 100 ટકા સ્વસ્થ્ય છે. તેમણે કહ્યું કે સીડીઓ પર ખોડા પગલાં પડવાથી તેમનું સંતુલન બગડ્યું અને કોઇ વાત નથી. તે સંપૂર્ણ ફીટ છે. જીન પિયરેના અનુસાર સીડીઓ પર ચડતી વખતે હવા તેજ હતી. કદાચ એટલા માટે 78 વર્ષીય જો બાઇડેનના પગલાં ખોટા પડ્યા અને તેમનું સંતુલન બગડી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે