Afghanistan: અશરફ ગનીએ કેમ તાબડતોબ છોડી દીધુ અફઘાનિસ્તાન, આપ્યું આ કારણ
અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં અશરફ ગનીએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે હવેથી તાલિબાન અફઘાનિસ્તાનના લોકોના 'સન્માન, ધન, અને સંરક્ષણ' માટે જવાબદાર રહેશે.
Trending Photos
દુશાંબે (તઝાકિસ્તાન): અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રવિવારે કહ્યું કે તેમણે 'રક્તપાત'થી બચવા માટે દેશ છોડ્યો કારણ કે કાબુલ તાલિબાનના હાથમાં જતું રહ્યું છે. આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા છે. અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં અશરફ ગનીએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે હવેથી તાલિબાન અફઘાનિસ્તાનના લોકોના 'સન્માન, ધન, અને સંરક્ષણ' માટે જવાબદાર રહેશે.
અશરફ ગનીએ કહ્યું કે તેમણે 'સશસ્ત્ર તાલિબાન' અને પ્રિય દેશને છોડીને જવાની, જેની પાછળ છેલ્લા 20 વર્ષો સુધી રક્ષા માટે મારું જીવન સમર્પિત કર્યું તે વચ્ચે 'કપરા વિકલ્પ'નો સામનો કરવો પડ્યો.
તેમણે કહ્યું કે આતંકવાદી સમૂહ તલવાર અને બંદૂકના દમ પર જીતી ગયા પરંતુ તેઓ અફઘાનિસ્તાનના લોકોના હ્રદય જીતી શક્યા નહીં. તેમણે કહ્યું કે "જો અનિયંત્રિત છોડવામાં આવશે તો અગણિત દેશભક્ત શહીદ થઈ જશે અને કાબુલ શહેર તબાહ થઈ જશે, જેના પરિણામ સ્વરૂપે છ મિલિયનની વસ્તીવાળા શહેરમાં એક મોટી માનવીય તબાહી થશે."
સમાચાર એજન્સી એએનઆઈએ ખબર આપી કે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડવાની સાથે અને તાલિબાનના રાજધાનીમાં પ્રવેશ સાથે અફઘાનિસ્તાનની સરકાર પહેલેથી પડી ગઈ. આ અગાઉ અફઘાનિસ્તાનના સુપ્રીમ નેશનલ સુલહ પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાએ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયો સંદેશમાં ગનીને અફઘાનિસ્તાનના 'પૂર્વ રાષ્ટ્રપતિ' તરીકે સંબોધન કર્યું. અબ્દુલ્લાએ અફઘાનોને શાંત રહેવાનું પણ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આશા છે કે આ કપરા દિવસ અને રાત જલદી વીતી જશે અને લોકો શાંતિપૂર્ણ દિવસો જોશે.
સૂત્રોના જણાવ્યાં મુજબ આ અગાઉ અફઘાન પ્રેસિડેન્શિયલ પેલેસ એઆરજીમાં તાલિબાનને સત્તા હસ્તાંતરિત કરવા માટે અલી અહેમદ જલાલી સાથે નવી વચગાળાની સરકારના પ્રમુખ તરીકે રવિવારે વાતચીત થઈ.
તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર નિયંત્રણ મેળવી લીધુ છે અને દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીના તઝાકિસ્તાન ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો જમાવી લીધો છે. રિપોર્ટ્સથી જાણવા મળે છે કે મૂવમેન્ટ જલદી અફઘાનિસ્તાનને ઈસ્લામી અમીરાતની પુર્ન સ્થાપનાની જાહેરાત કરશે.
સત્તા હસ્તાંતરણ માટે કમિટી બનાવવામાં આવી
અફઘાન નેતાઓએ તાલિબાન સાથે મુલાકાત કરવા અને સત્તા હસ્તાંતરણની વ્યવસ્થા માટે એક સમનવય પરિષદની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ સોશયિલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે પરિષદનું નેતૃત્વ હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રીકન્સીલિએશનના પ્રમુખ અબ્દુલ્લા, હિઝ્બ એ ઈસ્લામીના પ્રમુખ ગુલબુદીન હિકમતયાર અને તેઓ પોતે કરશે. નિવેદનમાં કહેવાયું છે કે આ નિર્ણય અરાજકતાને રોકવા માટે, લોકોની સમસ્યાઓને ઓછી કરવા તથા શાંતિપૂર્વક સત્તા હસ્તાંતરણ માટે કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે