Afghanistan News: અફઘાનમાં રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો, દેશનું નામ હશે 'ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન'

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરી અને દેશને ફરીથી 'ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન'નું નામ આપવાની આશા છે. 20 વર્ષની લાંબી લડાઈ બાદ અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસીના થોડા દિવસમાં તાલિબાને આખા દેશ પર કબજો કરી લીધો છે. 

Afghanistan News: અફઘાનમાં રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબજો, દેશનું નામ હશે 'ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન'

કાબુલઃ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાન આતંકીઓનો કબજો થઈ ગયો છે. અલ ઝઝીરા ન્યૂઝ નેટવર્ક પર પ્રસારિત વીડિયો ફુટેજ પ્રમાણે તાલિબાન આતંકીઓનો એક મોટો સમૂહ રાજધાની કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવનની અંદર જોવા મળી રહ્યો છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનથી કરી અને દેશને ફરીથી 'ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન'નું નામ આપવાની આશા છે. 20 વર્ષની લાંબી લડાઈ બાદ અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાંથી વાપસીના થોડા દિવસમાં તાલિબાને આખા દેશ પર કબજો કરી લીધો છે. 

સંયુક્ત રાષ્ટ્રએ બોલાવી ઇમરજન્સી બેઠક
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એસ્ટોનિયા અને નોર્વેની વિનંતી પર અફઘાનિસ્તાનની સ્થિતિ પર સોમવારે ઇમરજન્સી બેઠક કરશે. પરિષદના રાજદ્વારીઓએ રવિવારે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તોનિયો ગુતારેસ પરિષદના સભ્યોને રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ હાલની સ્થિતિની માહિતી આપશે. 

અમેરિકા પોતાના કર્મચારીઓને બહાર કાઢી રહ્યું છે
રવિવારે સવારે કાબુલ પર તાલિબાન આતંકીઓની એન્ટ્રી બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો. તો દેશવાસી અને વિદેશી પણ યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર નિકળવાના પ્રયાસમાં છે, પરંતુ કાબુલ એરપોર્ટથી વાણિજ્યિક ઉડાનો બંધ થવાને કારણે લોકોના આ પ્રયાસોને ઝટકો લાગ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અનુસાર અમેરિકા કાબુલ સ્થિત પોતાના દૂતાવાસના બાકી કર્મચારીઓને વ્યવસ્થિત રીતે બહાર કાઢી રહ્યું છે. 

નાગરિકોને ક્રૂર શાસનનો ડર
નાગરિક આ ભયથી દેશ છોડવા ઈચ્છે છે કે તાલિબાન તે ક્રૂર શાસનને ફરીથી લાગૂ કરી શકે છે, જેમાં મહિલાઓના અધિકાર સમાપ્ત થઈ જશે. નાગરિક પોતાના જીવન ભરની બચત કાઢવા માટે એટીએમની બહાર જોવા મળ્યા હતા. તો કાબુલમાં વધુ સુરક્ષિત માહોલ માટે દેશના ગ્રામીણ વિસ્તારમાં પોતાના ઘર છોડીને આવેલા હજારોની સંખ્યામાં લોકો શહેરના ગાર્ડન અને ખુલ્લામાં શરણ લેતા જોવા મળ્યા હતા. અફઘાન રાષ્ટ્રીય ઉકેલ પરિષદના પ્રમુખ અબ્દુલ્લાએ પુષ્ટિ કરી હતી કે ગની દેશની બહાર ચાલ્યા ગયા છે. 

અફઘાનિસ્તાનમાં લગભગ બે દાયકામાં સુરક્ષા દળોને તૈયાર કરવા માટે અમેરિકા અને નાટો દ્વારા અબજો ડોલર ખર્ચ કર્યા છતાં તાલિબાને આશ્ચર્યજનક રૂપથી એક સપ્તાહમાં લગભગ સંપૂર્ણ દેશ પર પોતાનો કબજો કરી લીધો છે. થોડા દિવસ પહેલા એક અમેરિકી સૈન્ય આકલને અનુમાન લગાવ્યું હતું કે રાજધાની તાલિબાનના દબાવમાં આવવામાં એક મહિનો લાગશે. 

કાબુલનું તાલિબાનના નિયંત્રણમાં જવું અમેરિકાના સૌથી લાંબા યુદ્ધના અંતિમ અધ્યાયનું પ્રતીક છે, જે 11 સપ્ટેમ્બર 2001ના અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના ષડયંત્રવાળા આતંકવાદી હુમલા બાદ શરૂ થયું હતું. ઓસામાને ત્યારે તાલિબાન સરકાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. એક અમેરિકી નેતૃત્વવાળા આક્રમણે તાલિબાનને સત્તામાંથી બહાર કરી દીધુ હતું. પરંતુ ઇરાકના યુદ્ધને કારણે અમેરિકાનું આ યુદ્ધથી ધ્યાન ભંગ થયું હતું. 

સત્તા હસ્તાંતરણ માટે કમિટી બનાવવામાં આવી
અફઘાન નેતાઓએ તાલિબાન સાથે મુલાકાત કરવા અને સત્તા હસ્તાંતરણની વ્યવસ્થા માટે એક સમનવય પરિષદની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ સોશયિલ મીડિયા પર પોસ્ટ  કરાયેલા એક નિવેદનમાં કહ્યું કે પરિષદનું નેતૃત્વ હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રીકન્સીલિએશનના પ્રમુખ અબ્દુલ્લા, હિઝ્બ એ ઈસ્લામીના પ્રમુખ ગુલબુદીન હિકમતયાર અને તેઓ પોતે કરશે. નિવેદનમાં કહેવાયું છે કે આ નિર્ણય અરાજકતાને રોકવા માટે, લોકોની સમસ્યાઓને ઓછી કરવા તથા શાંતિપૂર્વક સત્તા હસ્તાંતરણ માટે કરવામાં આવ્યો છે. 

600 સૈનિકો અફઘાનિસ્તાન મોકલશે બ્રિટન!
આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસીની જાહેરાત બાદ નાટોના અન્ય સહયોગીની જેમ બ્રિટને પણ પોતાના સૈનિકો પાછા બોલાવવાનું શરૂ કરી દીધુ. અફઘાનિસ્તાનમાં બ્રિટનના રાજદૂત લોરી બેયરેસ્ટોને સોમવારે સવાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવશે. જો કે વિદેશ મંત્રાલયે તેના પર કોઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી છે. પરંતુ રક્ષા મંત્રાલયે ગત સપ્તાહે કહ્યું હતું કે બ્રિટનના બાકીના નાગરિકો અને બ્રિટિશ દળો સાથે કામ કરનારા અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી કાઢવા માટે ત્યાં 600 સૈનિકો મોકલવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news