PHOTOS પતિને આકર્ષિત કરવા પત્નીએ પહેર્યા ગજબ સ્ટોકિંગ્સ, દાવ પડ્યો ઉલ્ટો

હંમેશા લોકો પોતાના પહેરવેશ સાથે જાત જાતના એક્સ્પરિમેન્ટ કરતા જોવા મળે છે. અનોખી સ્ટાઈલ અને અલગ દેખાવવાની ચાહતમાં લોકોને ભ્રમિત કરતા કપડાં પહેરતા પણ ચૂકતા નથી

PHOTOS પતિને આકર્ષિત કરવા પત્નીએ પહેર્યા ગજબ સ્ટોકિંગ્સ, દાવ પડ્યો ઉલ્ટો

મેલબોર્ન: હંમેશા લોકો પોતાના પહેરવેશ સાથે જાત જાતના એક્સ્પરિમેન્ટ કરતા જોવા મળે છે. અનોખી સ્ટાઈલ અને અલગ દેખાવવાની ચાહતમાં લોકોને ભ્રમિત કરતા કપડાં પહેરતા પણ ચૂકતા નથી. પરંતુ અનેકવાર તેના ફાયદા કરતા નુકસાન વધુ થાય છે. એટલું કે જીવ ગુમાવવા સુધીની નોબત આવી જાય છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં પણ કઈંક આવું જ થયું. અહીં એક મહિલાએ કઈંક એવો ડ્રેસ પહેર્યો કે તેનો પતિ ડરી ગયો અને પોતાને બચાવવા માટે પત્નીના પગ જ તોડી નાખ્યાં. ત્યારબાદ પતિને જ્યારે એહસાસ થયો તો તો તેને પોતે જે કઈ કર્યું તેના પર ખુબ અફસોસ થયો. ઘાયલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

તસવીરો જોઈને તમે પોતે જોઈ શકો છો કો આ સ્ટોકિંગ્સ જોઈને પહેલી નજરે શું વિચારો. જોવામાં તે બિલકુલ સાંપની કાંચળી જેવા લાગે છે. એવું લાગે કે જાણે સાંપ પરસપર વીટળાયેલા છે. 

યુવતીએ રાતે સૂતા સમયે સાંપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ પહેર્યા અને પગ ચાદરની બહાર કાઢીને સૂઈ ગઈ. રાતે જ્યારે પતિ ઘરે પાછો ફર્યો તો રૂમમાં અંધારુ હતું અને તેણે ચાદરમાંથી બહાર નીકળેલા પત્નીના પગને જોયા તો જાણે તેને સાંપ લાગ્યાં. બસ પછી તો પૂંછવું જ શું? યુવતીના પતિએ તરત દરવાજા પાસે રાખેલુ બેઝબોલ બેટ ઉઠાવ્યું અને યુવતીના પગ પર જોરથી મારવા માંડ્યું. જેવી મહિલા જોર જોરથી બૂમો પાડવા લાગી ત્યારે પતિને થયું કે તેણે પત્નીના પગ ઉપર હુમલો કર્યો છે. તરત તેને લઈને તે હોસ્પિટલ પહોંચ્યો.

મહિલાના પગમાં ઈજા થઈ છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news