Corona Virus પર અત્યંત મહત્વનો ખુલાસો, આખી દુનિયા આ જાણીને રાહતના શ્વાસ લેશે

કોરોના વાઈરસ (Corona Virus) ની સૌથી મોટી તાકાત એ છે કે તેના સંક્રમણ અંગે સામાન્ય લોકોમાં જાણકારીનો અભાવ છે. આ જ કારણ છે કે ચીનમાં મોટા પાયે લોકો તેના ભરડામાં આવી રહ્યાં છે. અનેક લોકો આ વાઈરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ વાઈરસની તાકાતની જાણકારી મેળવી લીધી છે. જાણકારીનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ ખતરનાક વાઈરસને હરાવી શકો છો. 
Corona Virus પર અત્યંત મહત્વનો ખુલાસો, આખી દુનિયા આ જાણીને રાહતના શ્વાસ લેશે

નવી દિલ્હી: કોરોના વાઈરસ (Corona Virus) ની સૌથી મોટી તાકાત એ છે કે તેના સંક્રમણ અંગે સામાન્ય લોકોમાં જાણકારીનો અભાવ છે. આ જ કારણ છે કે ચીનમાં મોટા પાયે લોકો તેના ભરડામાં આવી રહ્યાં છે. અનેક લોકો આ વાઈરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ વાઈરસની તાકાતની જાણકારી મેળવી લીધી છે. જાણકારીનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ ખતરનાક વાઈરસને હરાવી શકો છો. 

ગરમીમાં જીવતા રહી શકતા નથી
વૈજ્ઞાનિકોએ પોતાની તપાસમાં જાણ્યું છે કે આ વાઈરસ ફક્ત ઠંડા સ્થાનો પર જ શક્તિશાળી હોય છે. 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં કોરોના વાઈરસ આપોઆપ દમ તોડી નાખે છે. આથી હાલ જો તમે કોઈ ઠંડા પ્રદેશમાં ફરવાનું વિચારતા હોવ તો ટાળી દેજો. ચીનના વુહાન શહેરમાં છેલ્લા મહિનાથી તાપમાન સરેરાશ 6-8 ડિગ્રી સેલ્સિયસ જ છે. આ જ કારણે વાઈરસે વુહાન શહેરમાં કહેર વર્તાવ્યો છે. 

15 સેકન્ડમાં જ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે
જો સંક્રમિત વ્યક્તિએ કોઈ હેન્ડલ કે ડેસ્ક પર હાથ રાખ્યો અને 15 જ સેકન્ડમાં કોઈ અન્ય વ્યક્તિએ તેને પકડ્યો તો સંક્રમણની સંભાવના 100 ટકા છે. ડોક્ટરોનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિની સામે માત્ર 15 સેકન્ડ ઊભા રહેવા માત્રથી વાઈરસ બીજાના શરીરમાં પ્રવેશી શકે છે. આથી ચેતવણી આપવામાં આવી રહી છે કે કોઈ પણ જાહેર સ્થળોએ ફેસ માસ્ક વગર જવાથી બચો. 

જુઓ LIVE TV

4 ડિગ્રીથી ઓછા તાપમાનમાં એક મહિના સુધી જીવતા રહી શકે છે
જર્મનીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોના વાઈરસ ખુબ જ ઠંડા પ્રદેશોમાં શક્તિશાળી બને છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના વાઈરસ 4 ડિગ્રી કે તેનાથી ઓછા તાપમાનમાં એક મહિનાથી વધુ સમય સુધી જીવતા રહી શકે છે. આથી ઠંડા પ્રદેશો પર ખુબ જ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news