કંપનીનું મહિલા કર્મચારીઓ માટે વિચિત્ર ફરમાન, ઓફિસમાં પુરુષોને 'ખુશ કરો', નહીં તો સજા ભોગવવા તૈયાર રહો

ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર શેર કરાયેલા નિર્દેશમાં મહિલા કર્મચારીઓને પુરુષ સહકર્મીઓની ચા પાર્ટીમાં સામેલ થવાનો પણ નિર્દેશ અપાયો હતો. આ ચા પાર્ટી માટે મહિલાઓને સજીધજીને આવવાનું કહેવાયું હતું. જ્યારે કંપનીની મહિલા કર્મચારીઓએ આ ફરમાન પર ધ્યાન ન આપ્યું તો સીઈઓ લુઓએ તેનાથી નારાજ થઈને પરફોર્મન્સ બોનસમાં કાપ મૂકવાની ધમકી આપી દીધી.

કંપનીનું મહિલા કર્મચારીઓ માટે વિચિત્ર ફરમાન, ઓફિસમાં પુરુષોને 'ખુશ કરો', નહીં તો સજા ભોગવવા તૈયાર રહો

ચીનના શહેર શેન્જેનની એક કંપનીએ વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે. આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) લુઓએ મહિલા કર્મચારીઓને કહ્યું કે તેઓ ઓફિસમાં મેકઅપ કરીને આવે જેથી કરીને પુરુષ કર્મચારીઓ પ્રેરિત થઈ શકે. આ સમાચાર વાયરલ થયા બાદ ચીનના સરકારી અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં જો કંપનીના સીઈઓ દોષિત ઠરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીનમાં તેને લિંગ ભેદ અને અશ્લીલતા  તરીકે જોવામાં આવી રહ્યું છે. 

ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર શેર કરાયેલા નિર્દેશમાં મહિલા કર્મચારીઓને પુરુષ સહકર્મીઓની ચા પાર્ટીમાં સામેલ થવાનો પણ નિર્દેશ અપાયો હતો. આ ચા પાર્ટી માટે મહિલાઓને સજીધજીને આવવાનું કહેવાયું હતું. જ્યારે કંપનીની મહિલા કર્મચારીઓએ આ ફરમાન પર ધ્યાન ન આપ્યું તો સીઈઓ લુઓએ તેનાથી નારાજ થઈને પરફોર્મન્સ બોનસમાં કાપ મૂકવાની ધમકી આપી દીધી. તેનાથી મહિલા કર્મચારીઓમાં ડર  ફેલાઈ ગયો. તેમણે આ વાત પરિવારને જણાવી. 

માંગવી પડી માફી
આ વાત જ્યારે શેન્જેનના એક પ્રભાવશાળી વ્યક્તિ સુધી પહોંચી તો તેણે આ ઘટનાની જાણકારી ઓનલાઈન શેર કરી નાખી. તેનાથી ચીનમાં કંપનીના સીઈઓ લુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી. જો કે લુઓએ આ પ્રકારનો કોઈ પણ મેસેજ શેર કર્યો હોવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. લુઓએ કહ્યું કે તેમની મજાકને ખોટી સમજવામાં આવી અને તેનામાટે તેઓ ખેદ વ્યક્ત કરે છે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયાથી પોતાનો એ આદેશ પણ હટાવી લીધો પરંતુ ત્યાં સુધીમાં તો સમગ્ર ચીનમાં તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી ઉઠવા લાગી. 

કંપનીના સીઈઓએ સ્પષ્ટતા કરતા તેને વર્કપ્લેસ કલ્ચર ગણાવી દીધુ. તેમણે કહ્યું કે તેમનો મેસજ કર્મચારીઓ વચ્ચે ક્યારેક ક્યારેક થનારી મજાકનો ભાગ હતો. તેમણે સ્વીકાર્યું કે પુરુષ કર્મચારીઓની સંખ્યા વધુ હોવાના કારણે કંપની મોટાભાગે મહિલા કર્મચારીઓની જરૂરિયાતોને અવગણે છે. પરંતુ મહિલાઓને અન્ય યોજનાઓ દ્વારા લાભ મળતો હોવાનો પણ દાવો કર્યો. સોશિયલ મીડિયા પર  લોકોનું કહેવું છે કે શું ખરેખર આ એક મજાક હતી, પરંતુ આ ઘટનાએ  તેમને જરાય હસાવી નથી. એક બીજા યૂઝરે કહ્યું કે પુરુષ કર્મચારીઓને પ્રેરિત કરવા માટે બીજા પણ ઉપાય હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news