OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી

નોર્વેના સમુદ્રમાં એક માછીમારની આંખો ત્યારે પહોળી ગઈ હતી જ્યારે તેની જાળમાં એલિયન-મોન્સટર જેવી એક માછલી ફસાઈ ગઈ હતી. બે ઘડી માટે તો આ માછીમાર ધબકારા ચૂકી ગયો હતો. 
 

OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી

નોર્વેઃ નોર્વેના સમુદ્રમાં એક માછીમારની આંખો ત્યારે પહોળી ગઈ હતી જ્યારે તેની જાળમાં એલિયન-મોન્સટર જેવી એક માછલી ફસાઈ ગઈ હતી. બે ઘડી માટે તો આ માછીમાર ધબકારા ચૂકી ગયો હતો. 19 વર્ષનો ઓસ્કર લૂંધાલ નામનો એક નોર્વેના ઉત્તર ટાપુ આન્ડોયા ખાતે બ્લ્યૂ હેલીબટ માછલી પકડવા માટે પ્રયાસ કરતો હતો. એ સમયે એક અલગ જ પ્રકારનું સમુદ્રી પ્રાણી જોઈને તે અવાચક થઈ ગયો હતો. 

લુંધાલે જણાવ્યું કે, "આ માછલી સમુદ્રમાં 800 મીટરની ઊંડાઈએ હતી અને લગભગ 30 મિનિટ સુધી મારી સામે એકીટસે જોતી રહી હતી." 

— Baja Expeditions (@BajaExpeditions) September 16, 2019

આ માછલીનું નામ રેટફીશ છે, જેનું લેટીન નામ 'ચિમેરાસ મોન્ટ્રોસા લિનાન્યુસ' (Chimeras Monstrosa Linnaeus) છે. ગ્રીક દંતકથાઓમાં સિંહ જેવું માથું અને ડ્રેગોન જેવી પૂંછડી ધરાવતા એક પ્રાણીનો ઉલ્લેખ છે અને આ માછળી તેના જેવી જ દેખાય છે. 

આ માછલી શાર્કનો એક પ્રકાર છે, જે 300 મિલિયન વર્ષ પહેલા જોવા મળતી હતી. તે સમુદ્રના અત્યંત ઊંડા પાણીમાં રહે છે અને જ્વલ્લે જ સપાટી પર આવતી હોય છે કે પકડાતી હોય છે. એવું માનવામાં આવે છે કે ઊંડા સમુદ્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકે તેના માટે તેમની આંખ મોટી હોય છે. આ માછલી માનવીને કોઈ નુકસાન પહોંચાડતી નથી, કેમ કે તેનો દેખાવ જ એવો હોય છે કે કોઈ પણ વ્યક્તિ પ્રથમ દૃષ્ટિએ જ તેને જોઈને ડરી જાય. 

માછલીને પકડનારા લુંધાલે જણાવ્યું કે, "મેં મારા જીવનમાં આ પ્રકારની માછલી ક્યારેય જોઈ નથી. તે થોડી ડાયનાસોર જેવી અને વિચિત્ર દેખાવ ધરાવતી છે. તેનો આ વિચિત્ર દેખાવ હોવા છતાં સ્વાદમાં તો તે ખુબ જ ટેસ્ટી હતી."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news