ડરેલા પાકિસ્તાનનો નવો પેંતરો, આ શક્તિશાળી ગ્રુપમાંથી ભારતને હટાવવા મારે છે હવાતિયા
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે વણસી ગયા છે તે દરમિયાન પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ નવા પેંતરા અજમાવી રહ્યું છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો છે જેમાં મની લોન્ડરિંગ પર ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપમાં ભારતને સામેલ કરવા બદલ પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે.
Trending Photos
ઈસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે વણસી ગયા છે તે દરમિયાન પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ નવા પેંતરા અજમાવી રહ્યું છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો છે જેમાં મની લોન્ડરિંગ પર ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપમાં ભારતને સામેલ કરવા બદલ પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે. આ જાણકારી શનિવારે સામે આવી છે. વાત જાણે એમ છે કે પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ ભારતના આકરી કાર્યવાહી અને ઉપરાછાપરી પ્રહારોથી પાકિસ્તાન ડરેલુ છે. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે બાલાકોટમાં જૈશના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને તેને તબાહ કરી નાખ્યું હતું. હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફંડિગની નિગરાણી કરતી સંસ્થા FATFને ભલામણ કરી છે કે ભારતને સંસ્થાના એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ પદથી હટાવવામાં આવે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત સહ અધ્યક્ષ હોય તો પાકિસ્તાનને લઈને નિષ્પક્ષ સમીક્ષા થઈ શકે નહીં.
પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે પેરિસ સ્થિત FATFના અધ્યક્ષ માર્શલ બિલિંગસલીઆને લખેલા એક પત્રમાં ભારત સિવાય કોઈ અન્ય દેશને એશિયા પેસિફિક જોઈન્ટ ગ્રુપના સહ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા માટે કહ્યું છે જેથી કરીને FATFની સમીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને વસ્તુનિષ્ઠ રહી શકે.
I have written to the FATF president to remove India from the position of co chair for the Pakistan FATF review. India has blatantly abused its position by lobbying to get Pakistan blacklisted in the last review in Paris. We successfully defended our position Alhamdulillah
— Asad Umar (@Asad_Umar) March 9, 2019
ઉમરે પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાન પ્રત્યે ભારતનો દ્વેષ ભાવ જગજાહેર છે. અને હાલમાં જ પાકિસ્તાનના વાયુક્ષેત્રનો ભંગ કરીને પાકિસ્તાનના વિસ્તારમાં બોમ્બમારો કરવાનો ભારતનો શત્રુપૂર્ણ વલણ તેનું એક ઉદાહરણ છે. પાકિસ્તાન એશિયા પેસિફિક ગ્રુપનો સભ્ય છે. FATFની સામે APGએ જ પાકિસ્તાનનો પક્ષ રજુ કર્યો છે.
ભારતના ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટના ડાઈરેક્ટર જનરલ આ ગ્રુપના સહ અધ્યક્ષ છે. ઉમરે પોતાના પત્રમાં લખ્યું છે કે પાકિસ્તાન પ્રત્યે ભારતનું વલણ ખુબ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે અને હાલમાં જ ભારતે પાકિસ્તાનની એર સ્પેસ ઓળંગીને બોમ્બ ફેંક્યા હતાં. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ કરવાનો ઉલ્લેખ કરતા ઉમરે કહ્યું કે ભારત આ સમૂહનો સહ અધ્યક્ષ હોવાથી રિવ્યુ પ્રક્રિયા નિષ્પક્ષતાથી થાય તે મુશ્કેલ ચે. અમારું માનવું છે કે ભારત પાકિસ્તાન પ્રત્યે યોગ્ય વલણ દર્શાવશે નહીં.
તેમણે એક ટ્વિટ કરીને એમ પણ લખ્યું કે ભારતે પેરિસમાં અંતિમ સમીક્ષામાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવાની પેરવી કરીને પોતાની સ્થિતિનો તિરસ્કાર કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને સફળતાપૂર્વક પોતાની સ્થિતિનો બચાવ કર્યો.
અત્રે જણાવવાનું કે 18-22 ફેબ્રુઆરીએ થયેલી સમીક્ષા બેઠકમાં એફએટીએફએ જાણ્યું કે જાન્યુઆરી 2019 સુધીમાં પાકિસ્તાને આતંક વિરુદ્ધની કાર્યવાહીમાં ખુબ જ ઓછો વધારો કર્યો છે. પાકિસ્તાનની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કરતા એફએટીએફએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને ફંડિંગ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી નથી.
પાકિસ્તાનના નાણામંત્રીએ પોતાના પત્રમાં એફએટીએફના અધ્યક્ષ પાસે માગણી કરી છે કે ભારતને એફએટીએફના મંચથી પાકિસ્તાન વિરુદ્ધ રાજકીય ભાષણ કરવાની મંજૂરી ન આપવી જોઈએ. આતંક પર નકેલ કસવામાં નિષ્ફળ ગયેલા પાકિસ્તાનને એફએટીએફએ ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. આ નિર્ણય હવે ઓક્ટોબર સુધી રહેશે. જો પાકિસ્તાન આતંકી સમૂહો પર નિર્ણાયક કાર્યવાહી કરશે તો તેને લિસ્ટમાંથી હટાવવા પર વિચાર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે