VIDEO: પાક.માં હિંદુઓ પર જુલમ, તોફાનીઓના ખોફથી રડતા બાળકોનાં મોઢા દબાવી દેવા પડ્યાં

તોફાનીઓએ હિંદુ પરિવારોને ધમકાવ્યા, હિંદુઓની દુકાનોમાં લૂંટ, મંદિરમાં તોડફોડ કરવામાં આવી

VIDEO: પાક.માં હિંદુઓ પર જુલમ, તોફાનીઓના ખોફથી રડતા બાળકોનાં મોઢા દબાવી દેવા પડ્યાં

કરાંચી : પાકિસ્તાનના સિંધ પ્રાતના ઘોટકીમાં તોફાની તત્વોની હિંસાનો ભોગ બનેલા હિંદુ સમુદાય સમસમી ઉઠ્યો છે. તોફાનીઓનો આતંક એટલો હતો કે બહાર રસ્તા પર તેમના સુધી અવાજ ન પહોંચે તે માટે પરિવારોએ પોતાનાં બાળકોને રડવા પણ નહોતા દીધા. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર હિંસા રવિવારે ત્યારે થઇ જ્યારે એક હિંદુ પર કથિત ઇશનિંદાનો આરોપ લાગ્યો. એક વિદ્યાર્થી આરોપ લગાવ્યો કે સિંધ પબ્લિક સ્કુલનાં માલિક નોતન લાલે મોહમ્મદ સાહેબ અંગે વિવાદિત ટીપ્પણી કરી છે. ત્યાર બાદ તોફાનીઓના ટોળા એકત્ર થવા લાગ્યા અને લાઠીઓ અને પથ્થરોવડે  હિંદુ સંપત્તીઓને નુકસાન પહોંચાડવા લાગ્યા. 

પ્રયાગરાજમાં મળી મહાભારતના સમયની સુરંગ, શું પાંડવો અહીંથી જ નિકળ્યા હતા ?
રિપોર્ટ અનુસાર સિંધ પબ્લિક સ્કુલમાં આગ લગાવી દેવામાં આવી. શહેરમાં હિંદુઓની ઓછામાં ઓછી 5 દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને તેમાં લુંટફાટ પણ કરવામાં આવી. એક મંદિરને પણ ક્ષતીગ્રસ્ત કરવામાં આવ્યું. કાયદાનું પાલન કરાવવાની જે અધિકારીઓની જવાબદારી હતી, તે તોફાનીઓ સામે નિષ્ફળ દેખાઇ રહ્યા હતા. સાંજ પડતાની સાથે જ સ્થિતી પર કાબુ એ રીતે મેળવી લેવાયો કે તોફાનીઓ આપો આપ જ વિખેરાઇ ગયા હતા. 

9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વિવાદિત ટિપ્પણીની વાત શનિવારે જ સામે આવી ચુકી હતી, જો કે તેમ છતા પણ હિંદુ સંપત્તીઓ અને ધર્મસ્થળોની સુરક્ષા અંગે કોઇ બંદોબસ્ત કરવામાં ન આવ્યો. તોફાનીઓએ હિંદુ પરિવારોને પણ ધમકાવ્યા હતા. ત્યાર બાદ હિંદુ સમુદાયનાં લોકો પોત પોતાનાં ઘરોમાં છુપાઇ ગયા હતા. 

— Bilal Farooqi (@bilalfqi) September 15, 2019

પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
હિંદુ સમુદાયનાં એખ સભ્યએ જણાવ્યું કે, અમે અમારા બાળકોને પણ રોવા દીધા નહોતા. આ એક ભયાનક સ્વપ્ન સમાન હતું. અમે માનસિક આઘાતની સ્થિતીમાં છીએ. હજી પણ અમારા પરથી ખતરો ટળી ગયો છે તેવું ન કહી શકાય. તોફાનીઓ રસ્તા પર ખુલ્લે આમ ફરી રહ્યા હતા. હિંદુ ધર્મની વિરુદ્ધ નારાઓ લગાવી રહ્યા હતા. સરકારમાંથી કે તંત્રમાંથી કોઇ અમારી મદદે આવ્યા નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news