પાકિસ્તાને ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઈદ પર કેસ દાખલ કર્યો, ભારતે આપ્યો 'આ' જવાબ 

પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 
પાકિસ્તાને ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઈદ પર કેસ દાખલ કર્યો, ભારતે આપ્યો 'આ' જવાબ 

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 

જો કે ભારતે પાકિસ્તાનની આ કાર્યવાહીને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. ભારતે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. સરકારી સૂત્રોએ WIONને આ વાત જણાવી. 

ભારત તરફથી પાકિસ્તાનને કહેવાયું કે તેઓ  પોતાના નિયંત્રણવાળા કોઈ પણ વિસ્તારમાં આતંકી સમૂહો પર કાર્યવાહી  કરે અને આતંક માટેના ફંડિંગ પર રોક લગાવે. 

જમાત ઉદ દાવાના ચાર મુખ્ય સભ્ય જેમના પર કાર્યવાહી કરાઈ છે તેમાં હાફિઝ મોહમ્મદ સઈદ, અબ્દુલ રહેમાન મક્કી (હાફિઝ સઈદનો બનેવી), આમિર હમઝા, અને મોહમ્મદ યાહયા અઝીઝ સામેલ છે. 

જુઓ LIVE TV

આ બાજુ હાફિઝના જે પ્રમુખ ટ્રસ્ટો સામે આ કાર્યવાહી કરાઈ છે તેમાં દાવત ઈરશાદ ટ્રસ્ટ, મોઅઝ બિન જબલ ટ્રસ્ટ, અલ અનફાલ ટ્રસ્ટ, અલ મદીના ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અલ હમ્દ ટ્રસ્ટ જે લાહોર, ગુજરાનવાલા, અને મુલ્તાન જેવા પ્રમુખ પાકિસ્તાની શહેરોથી કામ કરે છે તે સામેલ છે. 

પાકિસ્તાનની પંજાબ સરકારના અધિકારીઓએ WION સાથે વાત કરતા કહ્યું કે મામલાઓથી માલુમ પડે છે કે આ લોકો આતંકી ગતિવિધિઓને સુવિધાજનક બનાવવા માટે ફંડ ભેગુ કરવામાં સામેલ હતાં અને ચેરીટીની આડમાં કામ કરતા આ સંગઠન આતંકી સંદિગ્ધોને ફંડિંગ કરે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news