રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને ગણાવ્યા 'વોર-ટાઇમ પ્રેસિડેન્ટ', કહ્યું- 'ચીની વાયરસ વિરૂદ્ધ અમેરિકાની જંગ શરૂ'

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને 'વોર-ટાઇમ પ્રેસિડેન્ટ' ગણાવે છે કે તે ઇમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરશે. આ માધ્યમથી તેમને ખાનગી ક્ષેત્રની ક્ષમતાનો ઉપયોગ કરવાની પરવાનગી મળી જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને ગણાવ્યા 'વોર-ટાઇમ પ્રેસિડેન્ટ', કહ્યું- 'ચીની વાયરસ વિરૂદ્ધ અમેરિકાની જંગ શરૂ'

ન્યૂયોર્ક: કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને 'વોર-ટાઇમ પ્રેસિડેન્ટ' ગણાવે છે કે તે ઇમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરશે. આ માધ્યમથી તેમને ખાનગી ક્ષેત્રની ક્ષમતાનો ઉપયોગ કરવાની પરવાનગી મળી જશે. આ નિર્ણય તેમણે કોરોના વાયરસ મહામારીના વધતા જતા પ્રભાવના લીધે કર્યું છે. 

કોવિડ-19 સંક્રમણના લીધે અમેરિકામાં 130થી વધુ લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળ્યો છે. એટલા માટે હું ડિફેન્સ પ્રોડક્શન એક્ટનો ઉપયોગ કરી રહ્યો છું. આપને તેની જરૂર પડી શકે છે. આ ઇમરજન્સી શક્તિઓના માધ્યમથી ટ્રમ્પ વહિવટીતંત્રને રાષ્ટ્રીય સંકટના સમયમાં જરૂરી સામગ્રીઓના ઝડપથી ઉત્પાદન કરવા માટે દેશના સ્થાપિત ઔદ્યોગિક આધારને પોતાના નિયંત્રણમાં લેવાની પરવાનગી પ્રાપ્ત થઇ ગઇ છે. 

વ્હાઇટ હાઉસમાં બુધવારે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે તેને ચીની વાયરસ વિરૂદ્ધ અમેરિકીની જંગ ગણાવી છે. તેમણે કહ્યું ચીની વાયરસ ઇઝ લાઇક અ વોર. આ એકદમ મુશ્કેલ પરિસ્થિતિ છે. અમેરિકામાં કોવિડ-19થી સંક્રમિત મોટાભાગના કેસ ન્યૂયોર્ક શહેરથી સામે આવ્યા છે. એવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે ન્યૂયોર્ક શહેરમાં એક નેવી હોસ્પિટલ શિપ મોકલી રહ્યા છે. 

આ પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કેનેડા વડાપ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દુનિયાની સૌથી મોટી બોર્ડર અમેરિકા-કેનેડા સીમાને બંધ કરવાનો નિર્ણય કર્યો અને આ બાબત જાહેરાત પણ કરી હતી જરૂરી કર્મીઓ અને વેપાર પર પ્રતિબંધ લાગૂ નહી હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news