કિમ જોંગ ઉનનો સાવકો ભાઈ હતો CIAનો ઈન્ફોર્મર, મલેશિયામાં થઈ હતી હત્યા
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નામ સીઆઈએ માટે ઈન્ફોર્મર એટલે કે ખબરીનું કામ કરતા હતાં અને સીઆઈએના માણસો અનેકવાર તેમની મુલાકાત કરી ચૂક્યા હતાં.
Trending Photos
વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નામ સીઆઈએ માટે ઈન્ફોર્મર એટલે કે ખબરીનું કામ કરતા હતાં અને સીઆઈએના માણસો અનેકવાર તેમની મુલાકાત કરી ચૂક્યા હતાં. મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી અપાઈ. કિમ જોંગ નામની હત્યા 2017માં કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવી હતી. બે મહિલાઓ તેમના ચહેરા પર કઈંક લગાવી દીધુ હતું જે નર્વ ગેસ હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જેના કારણે નામનું મોત થયું. એરપોર્ટ અધિકારીઓને ઘટના અંગે જાણ કરાયા બાદ તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
દક્ષિણ કોરિયા અને અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના અધિકારીઓએ કિમને મારવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેઓ તેમના પરિવારના વંશવાદી શાસન માટે સંકટ બની ગયા હતાં. જો કે ઉત્તર કોરિયાએ આ આરોપોને ફગાવ્યાં હતાં. કિમ અને સીઆઈએ વચ્ચે સંબંધને લઈને વિસ્તૃત જાણકારી હજુ પણ અસ્પષ્ટ છે.
જુઓ LIVE TV
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ સીઆઈએના ગુપ્તચરોએ 45 વર્ષના કિમ સાથે અનેકવાર મુલાકાત કરી હતી. અખબારે મામલાની જાણકારી ધરાવનારા વ્યક્તિના હવાલે આ અહેવાલ પ્રકાશિત કર્યો. દક્ષિણ કોરિયાની યોનહપ સમાચાર એજન્સી મુજબ એક વર્ષ પહેલા સિંગાપુર બેઠકમાં મહત્વની ભૂમિકા ભજવનારા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈને સોમવારે કહ્યું હતું કે ઉ.કોરિયા અને અમેરિકા વચ્ચે ત્રીજી બેઠક માટે વાતચીત ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે