Russia Ukraine Crisis: અમેરિકાની ધમકીથી ઢીલુ પડ્યુ રશિયા, યુક્રેન સરહદ પર તૈનાત સેનાની ટુકડીઓ પરત બોલાવી
જો બાઈડેને (Joe Biden) સ્પષ્ટ કહ્યુ કે, તેઓ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા. જેથી રશિયા પર પણ અમેરિકા (America) ની ધમકીની અસર દેખાઈ રહી છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાને કડક ચેતવણી આપી છે. જેના બાદ રશિયાના તેવર થોડી ઢીલા પડ્યા છે. મંગળવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનશેન્કોવે માહિતી આપી કે, યુક્રેન સરહદ પર તૈનાત કેટલીક સેનાની ટુકડીઓને પરત બોલાવી લેવાઈ છે. જે યુદ્ધ ટળ્યાના પહેલા નિશાન છે.
જો બાઈડેને સ્પષ્ટ કહ્યુ કે, તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો રશિયાના હુમલાથી યુક્રેનમા અમેરિકી નિશાન બન્યા તો તેનો આકરો જવાબ મળશે. બાઈડેને કહ્યુ કે, અમે યુક્રેન પર રશિયાના હુમલાનો નિર્ણાયક જવાબ આપવા તૈયાર છીએ. રશિયાનો હુમલો થવાની હજી સંભાવના છે. અમે રશિયા સાથે સીધો ટકરાવ ઈચ્છતા નથી. જોકે, હુ સ્પષ્ટ છુ કે, જો રશિયા યુક્રેનમાં અમેરિકનોને નિશાન બનાવે છે તો અમને મજબૂરીમા જવાબ આપવો પડશે.
આ વચ્ચે રશિયા મંગળવારે કહ્યુ કે, સૈન્ય અભ્યાસમા ભાગ લઈ રહેલી સેનાની ટુકડીઓ પોતાના સૈન્ય અડ્ડા પર પરત ફરવા લાગી છે. જોકે, રશિયાએ વાપસીની માહિતી આપી છે. તેનાથી એ આશા જાગી છે કે, કદાચ રશિયાની યોજના યુક્રેન પર હુમલો કરવાની ન હોય. હજી પણ એ સ્પષ્ટ નથી કે, રશિયાના રક્ષા મંત્રાલયે જે સૈન્ય ટુકડીઓના પરત આવવાની વાત કહી છે, તે ક્યાથી પરત આવી છે અને તેમની સંખ્યા કેટલી છે.
જો બાઈડેનની ટીમે પણ રશિયાની ચેતવણી આપતા કહ્યુ કે, જો ક્રેમલિન ઈચ્છે તો કુટનીતિનો માર્ગ હજી પણ ખુલ્લો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે