OMG! 2 વર્ષ સુધી પોતાની જ બહેનને ડેટ કરતો રહ્યો પણ ખબર સુદ્ધા ન પડી! સચ્ચાઈ સામે આવતા જ હોશ ઉડ્યા
World News: ઈન્ટરનેટના જમાનામાં હવે ડેટિંગ પણ ઓનલાઈન શરૂ થવા લાગ્યું છે. પણ તેમા એક જોખમ એ છે કે તમે જેની સાથે વાત કરો છો તે વ્યક્તિ એ જ છે કે નહીં તેનો સંશય રહે છે. કારણ કે પ્રેમ ભલે જાત-પાત, અમીરી કે ગરીબી જોતો નથી પરંતુ સંબંધ ક્યારેક એવી વ્યક્તિ સાથે બંધાઈ જાય કે જેના વિશે તમે વિચારી પણ ન શકો.
Trending Photos
ઈન્ટરનેટના જમાનામાં હવે ડેટિંગ પણ ઓનલાઈન શરૂ થવા લાગ્યું છે. પણ તેમા એક જોખમ એ છે કે તમે જેની સાથે વાત કરો છો તે વ્યક્તિ એ જ છે કે નહીં તેનો સંશય રહે છે. કારણ કે પ્રેમ ભલે જાત-પાત, અમીરી કે ગરીબી જોતો નથી પરંતુ સંબંધ ક્યારેક એવી વ્યક્તિ સાથે બંધાઈ જાય કે જેના વિશે તમે વિચારી પણ ન શકો. આવામાં જો તમે જેની સાથે પ્રેમમાં પડ્યા હોવ તે તમારા જ ભાઈ કે બહેન નીકળે તો શું કરવું? આવું જ કઈક એક કિસ્સામાં જોવા મળ્યું જ્યાં 2 વર્ષથી યુવક અજાણતા જ તેની બહેનને ડેટ કરી રહ્યો હતો. સચ્ચાઈ જ્યારે સામે આવી તો હોશ ઉડી ગયા.
મિરરના રિપોર્ટ મુજબ 24 વર્ષના એક યુવકે પોતાની કહાની સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર શેર કરી અને જણાવ્યું કે લોકડાઉન દરમિયાન જ્યારે તે ફ્રી હતો ત્યારે ટ્વિટર પર એક ગ્રુપ સાથે જોડાયો હતો. ત્યાં 12 અન્ય લોકો પણ હતા. જેઓ પોતાની તસવીરો શેર કરતા હતા. ખુબ વાતો થતી હતી પરંતુ તે ક્યારેય પોતાની તસવીરો શેર કરતો નહીં. તે પોતાની ઓળખ છૂપાવવા માંગતો હતો. પરંતુ ગણતરીના દિવસોમાં તેને 23 વર્ષની એક છોકરી બેલા સાથે પ્રેમ થઈ ગયો. તે તેની તસવીરો શેર કરવા લાગી હતી.
ફોન પર વાત થવા લાગી
બંનેએ નંબર શેર કર્યા અને ચેટિંગ તથા ફોન પર વાતો થવા લાગી હતી. ત્યાં સુધી બંનેને ખબર નહતી કે તેઓ ભાઈ બહેન છે. સચ્ચાઈ ત્યારે સામે આવી જ્યારે આ વ્યક્તિના માતા પિતાએ સમગ્ર પરિવાર સાથે નાયગ્રા ફોલ્સ જવાની વાત કરી. આ દરમિયાન તેણે ટ્વિટર જોયું તો બેલાનો એક સંદેશો હતો. તેણે જણાવ્યું કે તે પણ રજા પર જઈ રહી છે અને પોતાની અનેક તસવીરો તેણે શેર કરી. આ બધા વચ્ચે પરિવારે નક્કી કર્યું કે તે બહેનના રૂમ પર થઈને જશે. બહેન ત્યાં ભણતી હતી.
બાથરૂમમાં જોયું તો દંગ રહી ગયો
જેવો આ વ્યક્તિ બહેનના રૂમ પર પહોંચ્યો અને બાથરૂમમાં ગયો તો દંગ રહી ગયો. કારણ કે બાથરૂમ એ જ હતો જ્યાંથી તેની બહેન તેને તસવીરો મોકલતી હતી. વ્યક્તિને વિશ્વાસ ન થયો. તેણે બહેનને પૂછ્યું કે શું તારી કોઈ રૂમમેટ પણ છે, કદાચ એ જ હોય જે તસવીરો મોકલતી હોય. પરંતુ જ્યારે તેણે કહ્યું કે ના. હું અહીં એકલી રહું છું. આ જાણીને તે વ્યક્તિ પરેશાન થઈગ યો. કારણ કે છેલ્લા 2 વર્ષથી તે જે યુવતીને ડેટ કરતો હતો તે તેની બહેન હતી. હવે એ સમજમાં નહતું આવતું કે તે બહેનને આ વાત કરે કે નહીં. જો વાત નહીં કરે તો તે તેને આ કામથી બચાવશે કેવી રીતે. વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પૂછ્યું કે તેણે શું કરવું જોઈએ. અનેક લોકોએ જવાબ આપ્યો. એક જણે કહ્યું કે આ ઈ રિલેશનશીપ હતો. તેને જઈને બતાવે કે તમે કેવી રીતે મળ્યા અને સંબંધ કેવી રીતે શરૂ થયો. તેનાથી સારું કશું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે