Space માં થશે Pizza પાર્ટી, અંતરિક્ષ યાત્રીઓ માટે મિજબાનીનો સામાન લઈને રવાના થયું Rocket
નાસાએ Northrop Grumman કંપનીની મદદથી સ્પેસ સ્ટેશન પર અનેક જરૂરી વસ્તુઓ પહોંચાડી છે. તેમાં અંતરિક્ષ યાત્રીઓ માટે પિઝા, સફરજન અને પનીર જેવી વસ્તુઓ મોકલી છે.
Trending Photos
વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સપ્લાય પહોંચાડવા માટે એક રોકેટ રવાના થયું છે. આ વખતે તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં પિઝા ખાવાની તક મળશે. Northrop Grummanના રોકેટ સ્પેસ સ્ટેશન પર સાત લોકો માટે પિઝા લઈને રવાના થયું છે. કંપનીનું Cygnus Cargo Ship રોકેટ મંગળવારે વર્જિનિયાના પૂર્વી કિનારેથી રવાના થયું. તે ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે.
રોકેટમાં Pizza સિવાય બીજું શું છે:
લગભગ 8200 પાઉન્ડ એટલે 3700 કિલોગ્રામ શિપમેન્ટમાં સાત સ્ટેશન અંતરિક્ષ યાત્રીઓ માટે એક પિઝા કિટ અને ચીઝ સ્મોર્ગસબોર્ડની સાથે ફ્રેશ સફરજન, ટામેટાં અને કિવીનો સમાવેશ થાય છે. આ નાસા માટે Northrop Grummanની 16મી સપ્લાય છે. આ અત્યાર સુધીનું સૌથી ભારે રોકેટ છે. કંપનીના Antares rocketથી કેપ્સૂલને નાસાની Wallops Flight Facility મોકલવામાં આવ્યું.
સપ્લાય કેપ્સૂલનું નામ Hawaiis Onizuka:
કેપ્સૂલનું નામ Hawaiis Onizuka ના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઓનિઝુકા અંતરિક્ષમાં પહેલાં એશિયાઈ અમેરિકી હતા. જેમનું 1986 ચેલેન્ઝર લોન્ચ દુર્ઘટનામાં મોત થયું હતું. નાસાનું બીજું શિપર સ્પેસ એક્સ, કેટલાંક અઠવાડિયામાં કાર્ગો રનની સાથે રવાના થયું. સ્પેસ સ્ટેશન વર્તમાનમાં ત્રણ અમેરિકાના, બે રશિયાના, એક ફ્રાંસીસી અને એક જાપાની અંતરિક્ષ યાત્રીનું ઘર બનેલું છે. વીતેલા દિવસોમાં અંતરિક્ષ યાત્રીઓએ અંતરિક્ષમાં સ્પેસ ગેમ પણ રમ્યા હતા.
અંતરિક્ષમાં રમ્યા પહેલી સ્પેસ ગેમ:
અંતરિક્ષ યાત્રીઓએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવેલ સ્પેસક્રાફ્ટના આધારે ટીમ બનાવી અને પહેલીવાર સ્પેસ ગેમ રમ્યા. આ દરમિયાન અંતરિક્ષ યાત્રીઓએ no-handball, synchronized floating જેવી રમત રમ્યા. ટીમ ડ્રેગનમાં નાસાના અંતરિક્ષ યાત્રી શેન કિમ્બ્રૂ અને મેગન મેકઆર્થર, જાક્સા અંતરિક્ષ યાત્રી અકિહિકો હોશાઈડ અને ઈએસએ અંતરિક્ષ યાત્રી થોમસ પેસ્કેટનો સમાવેશ થાય છે. આ અંતરિક્ષ યાત્રી સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન આવ્યા હતા. ટીમ સોયૂઝમાં અંતરિક્ષ યાત્રી માર્ક વંદે હેઈ, ઓલેગ નોવિત્સ્કી અને રોસ્કોમ્સોસના પ્યોત્ર ડબરોવ હતા. સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અને સોયૂઝ એપ્રિલ 2021માં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે