હવે Srilanka બુરખા પર લગાવશે પ્રતિબંધ, 1 હજારથી વધુ ઇસ્લામિક શાળોઓ કરશે બંધ
શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, તેમણે કેબિનેટની મંજૂરી માટે એક બિલ પર સહી કરી છે. આ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે.
Trending Photos
કોલંબોઃ ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલ શ્રીલંકા બુરખા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. મહિંદા રાજપક્ષે સરકારના એક મંત્રીએ શનિવારે જાહેરાત કરી કે શ્રીલંકા જલદી બુરખા પર પ્રતિબંધ લગાવશે. તેમણે તે પણ કહ્યું કે, આ સિવાય ઓછામાં ઓછી 1 હજાર ઇસ્લામી શાળાઓને બંધ કરવામાં આવશે. શ્રીલંકા સિવાય વિશ્વના અનેક દેશો પણ બુરખા પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. થોડા દિવસ પહેલા સ્વિત્ઝર્લેન્ડે જનમત સંગ્રહ કરી બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
કેબિનેટમાં બુરખા પર પ્રતિબંધનું બિલ રજૂ
શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, તેમણે કેબિનેટની મંજૂરી માટે એક બિલ પર સહી કરી છે. આ બિલમાં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. જો આ બિલ કેબિનેટમાં પાસ થાય તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે.
મદરેસા પર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારી
વેરાસેકેરાએ કહ્યુ કે, સરકારે એક હજારથી વધુ મદરેસા ઇસ્લામિક સ્કૂલો પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે. તેમણે તે પણ કહ્યું કે, આ મદરેસા શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભંગ કરી રહ્યાં છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, કોઈપણ સ્કૂલ ન ખોલી શકે અને બાળકોને તમે જે ઈચ્છો તે ન શીખવાડી શકો.
મંત્રીએ કહ્યું- બુરખા ધાર્મિક અતિવાદનો સંકેત
સરથ વેરાસેકેરાએ કહ્યુ કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ બુરખો પહેરતી નહતી. આ હાલમાં આવેલા ધાર્મિક અતિવાદનો સંકેત છે. અમે ચોક્કસપણે તેના પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યાં છીએ. માનવામાં આવી રહ્યું છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોનો ગુસ્સો વધી શકે છે.
પહેલા પણ બુરખા પર પ્રતિબંધ લગાવી ચુક્યુ છે શ્રીલંકા
બૌદ્ધ બહુસંખ્યક શ્રીલંકામાં વર્ષ 2019માં ઇસ્લામી આતંકવાદીઓએ ચર્ચો અને હોટલોમાં કરેલા હુમલા બાદ થોડા સમય માટે બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ હુમલામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ શ્રીલંકાએ અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે