Turkish President ની ઈચ્છા પૂરી થઈ, તાલિબાને કાબુલ એરપોર્ટ ચલાવવા માટે મદદ માંગી, પરંતુ આ શરત પર
અફઘાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર બિરાજમાન થયેલા તાલિબાને (Taliban) તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગન (Turkish President Recep Tayyip Erdogan) ની ઈચ્છા પૂરી કરી દીધી છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) ની સત્તા પર બિરાજમાન થયેલા તાલિબાને (Taliban) તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગન (Turkish President Recep Tayyip Erdogan) ની ઈચ્છા પૂરી કરી દીધી છે. પરંતુ એક શરત પણ છે. એર્દોગનની ઈચ્છા કાબુલ એરપોર્ટ સંભાળવાની હતી, તાલિબાને હવે પોતે જ આ ઓફર મૂકી દીધી છે. તાલિબાને અમેરિકી સૈનિકોના ગયા બાદ કાબુલ એરપોર્ટને ચલાવવા માટે તુર્કી પાસે મદદ માંગી છે. જો કે તેણે એ પણ શરત મૂકી છે કે થોડા સમયમાં જ તુર્કીની સેનાએ પણ અફઘાનિસ્તાન છોડવું પડશે.
લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા એર્દોગન
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (Turkish President Recep Tayyip Erdogan) કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઓપરેટ કરવા માટે લાંબા સમયથી તાલિબાનને મનાવી રહ્યા હતા પરંતુ તાલિબાને દરેક વખતે તુર્કીની આ અપીલને ફગાવીને આકરી ચેતવણી આપી હતી. હવે તાલિબાને પોતે જ કહ્યું છે કે તે કાબુલ એરબેસ ઓપરેટ કરવા માટે તુર્કી પાસે ટેક્નિકલ મદદ લેશે પરંતુ તેની સેનાએ 31 ઓગસ્ટ સુધીમાં પાછા ફરવું પડશે. અત્રે જણાવવાનું કે તુર્કીના લગભગ 200 સૈનિકો કાબુલ એરપોર્ટ પર તૈનાત છે.
'સશર્ત અપીલ પર નિર્ણય લેવો મુશ્કેલ'
સમાચાર એજન્સી રોયટર્સને તુર્કીના અધિકારીઓએ આ ઓફરની પુષ્ટિ કરી છે. તેમણે એ પણ કહ્યું કે તાલિબાનની સશર્ત અપીલ પર નિર્ણય લેવો તુર્કી માટે મુશ્કેલ બનશે. નોંધનીય છે કે મુસ્લિમ રાષ્ટ્ર તુર્કી અફઘાનિસ્તાનમાં નાટો મિશનનો ભાગ હતું અને હજુ પણ કાબુલ એરપોર્ટ પર તેના અનેક સૈનિકો હાજર છે. તાલિબાને અમેરિકી અને બ્રિટિશ સૈનિકોને 31 ઓગસ્ટ સુધીમાં કાબુલ એરપોર્ટ ખાલી કરવાનું ફરમાન સંભળાવ્યું છે. આ સાથે જ તુર્કીની સેનાને પણ કાબુલ છોડવાનું કહ્યું છે.
ઈમરાન ખાન પાસે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી
રેસેપ તૈયપ એર્દોગનની સરકાર છેલ્લા અનેક મહિનાથી કહેતી આવી છે કે જો ભલામણ કરાઈ તો તે કાબુલ એરપોર્ટ પર પોતાની ઉપસ્થિતિ જાળવી રાખી શકે છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર નિયંત્રણ કર્યા બાદ તુર્કીએ એરપોર્ટ પર ટેક્નિકલ અને સુરક્ષા સહાયતાની રજુઆત કરી હતી. તે સમયે તાલિબાને તુર્કીની આ અપીલ ફગાવી હતી. ત્યારબાદ એર્દોગને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા પણ તાલિબાનને સાધવાની કોશિશ કરી હતી.
તુર્કીએ હજુ કોઈ નિર્ણય લીધો નથી
તુર્કીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તાલિબાને કાબુલ એરપોર્ટને ચલાવવામાં ટેક્નિકલ મદદ ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે. જો કે તુર્કીના સૈનિકોને કાબુલ છોડવાની માંગણી કોઈ પણ સંભવિત મિશનને જટિલ બનાવશે. કારણ કે તુર્કી સશસ્ત્ર દળો વિના શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જોખમભર્યું કામ છે. તેમણે કહ્યું કે આ મુદ્દે તાલિબાન સાથે વાતચીત ચાલુ છે અને આ બધા વચ્ચે સેના વાપસીની પૂરેપૂરી તૈયારી કરી લેવાઈ છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે પોતાના સૈનિકોની ગેરહાજરીમાં તુર્કી તાલિબાનને ટેક્નિકલ મદદ આપવા તૈયાર થશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે