લીથિયમ આયન બેટરી બનાવવા માટે ત્રણ વૈજ્ઞાનિકોને મળશે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર
અમેરિકાના વૈજ્ઞાનિક જોન ગુડઇનફ, બ્રિટનના વૈજ્ઞાનિક સ્ટેનલી વ્હિટિંઘમ તથા જાપાનની અકીરા યોશિનીને લીથિયમ આયન બેટરી બનાવવા માટે બુધવારે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
સ્ટોકહોમઃ વર્ષ 2019નું રસાયણ વિજ્ઞાનનું ( chemistry) નોબેલ પ્રાઇઝ (nobel prize) ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ નામ છે જોન બી ગુડઇનફ, એમ સ્ટૈનલી વિટંગમ અને અકીરા યોશિનો. 97 વર્ષના જોન ગુડઇનફ અમેરિકી પ્રોફેસર છે અને આટલી ઉંમરમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. આ સિવાય વિટંગમ સ્ટૈનલી વિટંગમ ઇંગ્લિશ-અમેરિકન કેમિસ્ટ છે અને વર્તમાનમાં બિંગમ્ટન યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. અકારી યોશિનો જાપાની વૈજ્ઞાનિક છે. તે લીથિયમ આયન બેટરીના શોધકર્તા પણ છે. લીથિયમ આયન બેટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને નોટબુકમાં કરવામાં આવે છે.
જ્યૂરીએ કહ્યું, 'આ હળવી, પુનઃ રિચાર્જ થઈ શકતી અને શક્તિશાળી બેટરિઓનો ઉપયોગ હવે મોબાઇલ ફોનથી લઈને લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં થાય છે. તેમાં સૌર અને પવન ઉર્જાની સારી માત્રા સંગ્રહિત કરી શકાય છે, જેથી પેટ્રોલ-ડીઝલ જેવા અશ્મિભૂત બળતણથી મુક્ત સમાજ તરફ આગળ વધવું સંભવ થશે.'
The 2019 #NobelPrize in Chemistry has been awarded to John B. Goodenough, M. Stanley Whittingham and Akira Yoshino “for the development of lithium-ion batteries.” pic.twitter.com/LUKTeFhUbg
— The Nobel Prize (@NobelPrize) October 9, 2019
આ પહેલા ફિઝિક્સના નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ ચુકી છે. આ પુરસ્કાર પણ ત્રણ લોકોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ, સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક માઇકલ મેયર અને ડિડિયર ક્લોવોજનું નામ સામેલ છે. જેમ્સને કોસ્મોલોજીના સિદ્ધાંતની શોધ માટે અને અન્ય બે વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર સૂરજ જેવા તારાના એક્ઝપ્લેલેટ ઓબ્રિટિંગ સંબંધિત શોધ માટે આપવામાં આવશે.
ચિકિત્સાનું નોબેલ પુરસ્કાર પણ ત્રણ વ્યક્તિઓને આપવામાં આવશે. તેમાં વિલિયમ જી કોલિન, પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેન્જાનું નામ સામેલ છે. કોશિકાઓના ઓક્સીજનની ઉપલબ્ધતાનો આભાસ કરવા અને તેને અનુકૂળ બનાવવાનો શોધ માટે આ ત્રણેયને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે