આવું તે કોણ ખરીદે? આ યુવતી પોતાની 'ગંદકી' વેચીને થઈ રહી છે માલામાલ, જાણીને ચક્કર ખાઈ જશો
Weird News: હાલ એક મહિલા ખુબ ચર્ચામાં છે. જે પોતાની 'ગંદકી' વેચીને હજારો રૂપિયા કમાય છે. તમે પણ વિચારતા હશો કે આવી કેવી ગંદી વસ્તુ આ મહિલા વેચે છે જેને લેવા માટે લોકો પડાપડી કરે છે.
Trending Photos
દુનિયાભરમાં લોકો અજીબોગરીબ પ્રકારના કામો કરીને પૈસા કમાતા હોય છે. કેટલાક લોકો તો એવી હરકતો કરે છે કે તમને જાણીને નવાઈ લાગે. આ પ્રકારના કામોનું ચલણ ભારતમાં તો ભાગ્યે જોવા મળે પરંતુ વિદેશમાં કઈ કમ નથી. હાલ એક મહિલા ખુબ ચર્ચામાં છે. જે પોતાની 'ગંદકી' વેચીને હજારો રૂપિયા કમાય છે. તમે પણ વિચારતા હશો કે આવી કેવી ગંદી વસ્તુ આ મહિલા વેચે છે જેને લેવા માટે લોકો પડાપડી કરે છે.
ચેંગ વિંગ યી નામની આ મહિલા ઈન્ફ્લુઅન્સરે એક એવો શોકિંગ ખુલાસો કર્યો છેકે તમે સ્તબ્ધ થઈ જશો. આ મહિલા પોતાની Fart (પાદ)થી ભરેલી બરણીઓ વેચે છે અને તેમાંથી તે હજારો રૂપિયા કમાય છે. એક મીડિયા રિપોર્ટ મુજબ દરેક બરણીની કિંમત લગભગ 24820 રૂપિયા છે. આ મહિલા એવો પણ દાવો કરે છે કે તેના પાદથી ભરેલી બરણીઓને ખોલ્યાના 30 દિવસ બાદ પણ તેની ગંધ જતી નથી. મહિલાએ અત્યાર સુધીમાં જેટલી પણ પાદથી ભરેલી બરણીઓ ભરી રાખી હતી તે વેચાઈ ચૂકી છે.
નવાઈની વાત તો એ છે કે આ મહિલાએ પોતાનો ધંધો આગળ ધપાવવા માટે જાહેરાત આપવાની પણ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સનું માનીએ તો પોતાની પાદ વેચનારી આ મહિલા તેની ખાણી પીણી પર ખુબ ધ્યાન આપે છે. તે ભોજનમાં બીન્સ, પ્રોટીન, બાફેલા ઈંડા, પ્રોટીન શેક, અને દહી જેવી વસ્તુઓ ખાય છે. ત્યારબાદ જ્યાર ગેસ થવાનો શરૂ થાય છે તો તે આ ગેસને બરણીમાં ભરી લે છે.
રિપોર્ટ્સનું માનીએ તો આ બરણીમાં ગેસ ભરતા પહેલા ફૂલોની પાંદડી નાખવામાં આવે છે. જે પાદની તીવ્ર દુર્ગંધને ઓછી કરવાનું કામ કરે છે. જે લોકો આ ખરીદે છે તેને ફૂલોની સુગંધ પણ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે