રાષ્ટ્રપતિ Donald Trump એ પોર્ન સ્ટારને ચૂકવવા પડશે અધધધ...રૂપિયા, જાણો શું છે મામલો

અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ બધા વચ્ચે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી કિંમત ચૂકવવી પડી રહી છે.

Trending Photos

રાષ્ટ્રપતિ Donald Trump એ પોર્ન સ્ટારને ચૂકવવા પડશે અધધધ...રૂપિયા, જાણો શું છે મામલો

વોશિંગ્ટન: અમેરિકા (America)માં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ બધા વચ્ચે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)  મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. ટ્રમ્પે હવે એક પોર્ન સ્ટાર (Porn Star) ને લગભગ 33 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પોર્ન સ્ટારનું કહેવું છે કે ટ્રમ્પ સાથે કથિત અફેર બાદ તેને ચૂપ રહેવાનું કહેવામાં આવ્યું. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 33 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

વાત જાણે એમ છે કે સ્ટોર્મી ડેનિયલ્સ (Stormy Daniels)  એક પોર્ન સ્ટાર છે. સ્ટોર્મીનું કહેવું છે કે તેમનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અફેર હતું. ટ્રમ્પ તેનો સ્પષ્ટ ઈન્કાર કરતા રહ્યાં. 41 વર્ષની સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ પર કેસ કર્યો હતો. ત્યારબાદ આ કેસ રદ થઈ ગયો હતો. હવે કોર્ટે ટ્રમ્પને કહ્યું છે કે કેસ દરમિયાન ડેનિયલ્સના જેટલા પણ પૈસા ખર્ચ થયા તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂકવવા પડશે. 

કેલિફોર્નિયાની એક કોર્ટે ટ્રમ્પને 33 લાખ રૂપિયા (43000 ડોલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. ડેનિયલ્સના વકીલે કોર્ટના ચુકાદાની વિસ્તૃત જાણકારી આપી. સ્ટોર્મી ડેનિયલ્સે ચુકાદા બાદ એક ટ્વિટ કરીને લખ્યું કે હા, એક વધુ જીત!

— Stormy Daniels (@StormyDaniels) August 21, 2020

આ અગાઉ ટ્રમ્પ પર કેસ કર્યા બાદ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે એક પુસ્તક પણ લખ્યું હતું જેમાં તેણે ટ્રમ્પ સાથેના અફેર અંગે ખુલીને ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તક પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. 

ડેનિયલ્સનું કહેવું હતું કે ટ્રમ્પ સાથે કથિત અફેર બાદ તેને ચૂપ રહેવા માટે પૈસા અપાયા હતાં. આ માટે એક કરાર કરાયો હતો. ટ્રમ્પના વકીલ તરફથી તેમને લગભગ 97 લાખ રૂપિયા અપાયા હતાં. ડેનિયલ્સે દાવો કર્યો હતો કે 2006માં ટ્રમ્પ સાથે તેનું અફેર હતું. ટ્રમ્પ વારંવાર તેનો ઈન્કાર કરી રહ્યાં છે. (ઈનપુટ પીટીઆઈ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news