અમેરિકામાં ત્રણ દિવસમાં લગભગ 6 લોકોના મૃત્યુ, 24 કલાકમાં 1920 લોકોએ ગુમાવ્યો જીવ


વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખ આઠ હજાર થઈ ગઈ છે. 
 

 અમેરિકામાં ત્રણ દિવસમાં લગભગ 6 લોકોના મૃત્યુ, 24 કલાકમાં 1920 લોકોએ ગુમાવ્યો જીવ

વોશિંગટનઃ કોરોના મહામારીના સંકટનો સામનો કરી રહેલા અમેરિકામાં સંક્રમિત લોકોનો આંકડો 5 લાખને પાર કરી ચુક્યો છે. કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં 1920 પીડિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડા અનુસાર, અમેરિકામાં અત્યાર સુધી કુલ 20,602 લોકોના મૃત્યુ તયા છે, જ્યારે 31 હજાર કરતા વધુ દર્દી સ્વસ્થ થયા છે. 

દેશમાં કોરોના મહામારીનું કેન્દ્ર બનેલા ન્યૂયોર્ક રાજ્યમાં એક લાખ 70 હજારથી વધુ મામલા છે. આ રાજ્યમાં અત્યાર સુધી 7800થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે પાડોસી રાજ્ય ન્યૂજર્સીમાં બે હજારથી વધુ મોત થયા છે અને 54 હજારથી વધુ સંક્રમિત છે. ટ્રમ્પે કહ્યું કે, મહામારીનું કેન્દ્ર ન્યૂયોર્કની હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. 

તો વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખ આઠ હજાર થઈ ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના કોરોના વાયરસ સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી 17,76,157 કોરોના વાયરસથી સંક્રમિત છે જ્યારે  1,08,804 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કુલ 4,02,903 લોકો સ્વસ્થ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news