ટ્રમ્પે દરરોજ ભરવો પડશે 7 લાખનો દંડ! અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને મહિલા જજે કેમ ફટકારી આટલી મોટી સજા?
Judge finds Donald Trump in contempt: જજે ટ્રમ્પને કોર્ટની અવમાનના કરવા બદલ contempt of court ના ગુના અંતર્ગત દોષિત જાહેર કર્યાં. ઉલ્લેખની છેકે, યૂએસ પ્રમુખ પદેથી સત્તા ગયા પછી પણ ટ્રમ્પની અકડ ઓછી થઈ નથી. આજે પણ તે કોઈકને કોઈક પ્રકારે ચર્ચામાં રહે છે.
USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કરાયા
ડોનાલ્ડ ટ્રમ્પે દરરોજ ભરવો પડશે 7 લાખ રૂપિયાનો દંડ
કોર્ટની અવમાનના માટે ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યાં
Trending Photos
અમેરિકાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણાં વિવાદાસ્પદ નિર્ણય લીધાં હતાં જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યાં હતાં. એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ તેઓ પોતાના બેફામ નિવેદનને કારણે વિવાદમાં રહેતા હતાં. ટ્ર્મ્પ હંમેશા પોતાના મનસ્વી નિર્ણયો લેવા માટે ટેવાયેલાં હતાં. પોતે કરેલી ભૂલોને કારણે તેમની પર વિવિધ કેસ ચાલતા હતાં. એવામાં હવે કોર્ટે ટ્રમ્પને વધુ એક નવા કેસમાં દોષિત ઠેરવ્યો છે.
Judge finds Donald Trump in contempt: જજે ટ્રમ્પને કોર્ટની અવમાનના કરવા બદલ contempt of court ના ગુના અંતર્ગત દોષિત જાહેર કર્યાં. ઉલ્લેખની છેકે, યૂએસ પ્રમુખ પદેથી સત્તા ગયા પછી પણ ટ્રમ્પની અકડ ઓછી થઈ નથી. આજે પણ તે કોઈકને કોઈક પ્રકારે ચર્ચામાં રહે છે. હવે ન્યૂયોર્કના એટર્ની જનરલ સાથેની કાનૂની લડાઈમાં, સોમવારે એક ન્યાયાધીશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોર્ટની અવમાનના માટે દોષી ઠેરવ્યા છે. આ સાથે તેમના પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ટ્રમ્પ આ વખતે કાયદાના કોયડામાં બરબરના ભરાયા છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલે તેમના વ્યવસાયિક સોદાઓની તપાસના ભાગરૂપે જારી કરાયેલા સમન્સનો પૂરતો જવાબ ન આપવા બદલ ટ્રમ્પને આ સજા ફટકારી છે. ટ્રમ્પને દોષિત જાહેર કરીને જજ આર્થર એન્ગોરોને ટ્રમ્પને દરરોજ 10 હજાર ડોલર એટલેકે, લગભગ 7.6 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં તપાસમાં સામે આવ્યું છેકે, તેમની સંસ્થાએ ડેટા સાથે છેડછાડ કરીને ટેક્સ ઘટાડવા સરકાર સાથે છેતરપિંડી કરી છે. એટલું જ નહીં ટ્રમ્પે ટેક્સ ઘટાડવા માટે ઘણા રિયલ એસ્ટેટ સોદાઓમાં લોન કવરેજને અનુકૂળ બનાવવા ગેરરીતિ આચરી છે.
જજે કહ્યું "મિસ્ટર ટ્રમ્પ, હું જાણું છું કે તમે તમારા વ્યવસાયને ગંભીરતાથી લો છો અને હું મારા કામને ગંભીરતાથી લઉં છું," એન્ગોરોને બેન્ચે ચુકાદો સંભળાવતા પહેલા મેનહટન કોર્ટરૂમમાં આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છેકે, આપવામાં આપેલી સમય અવધી પુરી થઈ ગઈ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટ સમક્ષ જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા નહોતા એટલે કોર્ટે ટ્રમ્પને દોષિત જાહેર કર્યા હતાં. હવે જ્યાં સુધી કોર્ટના આદેશનું પાલન ન થાય ત્યાં સુધી ટ્રમ્પે દંડની ભરપાઈ કરવાની રહેશે. બીજી તરફ ટ્રમ્પના વકીલનું કહેવું છેકે, તેઓ આ મુદ્દે કોર્ટમાં અપીલ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે