રશિયા સાથે પરમાણુ યુદ્ધનો ખતરો, છતાં પણ નાટોના વિસ્તાર પર કેમ અડગ છે અમેરિકા? જાણો આખો અરબો રૂપિયાનો ખેલ
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકા અને રશિયાની વચ્ચે નાટોના વિસ્તારને લઈને અત્યંત તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પશ્વિમી દેશોને ધમકી આપી છે કે તેમણે નાટોનો વિસ્તાર રોકવો જોઈએ. આ ધમકી પછી પણ અમેરિકા પોતાના જક્કી વલણ પર અડગ છે. ત્યારે કેમ અમેરિકા અડગ છે સમજીએ અમેરિકાની આખી ચાલ.
Trending Photos
જયેશ જોશી, અમદાવાદ: બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયત સંઘ સામે મુકાબલા માટે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે નાટોના વિસ્તારને લઈને અમેરિકા અને રશિયાની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. રશિયાએ પોતાની સરહદ પર નાટોના વિસ્તારને રોકવા માટે યુક્રેન પર હુમલો કરી દીધો અને 19 દિવસ પછી પણ યુદ્ધ યથાવત છે. રશિયા પશ્વિમી દેશો પાસે આશ્વાસન માગી રહ્યું છે કે યુક્રેનનો નાટોમાં સમાવેશ ન કરવામાં આવે. બીજી બાજુ અમેરિકા સહિત નાટો દેશોએ કહ્યું કે કોઈપણ સ્વતંત્ર દેશ તેમના સૈન્ય સંગઠનમાં સામેલ થવા માટે સ્વતંત્ર છે. એટલું જ નહીં અમેરિકા અને અન્ય નાટો દેશ યુક્રેનને સતત ઘાતક હથિયારોની સપ્લાય પણ કરી રહ્યા છે. રશિયા સાથે પરમણુ યુદ્ધના ખતરા છતાં પણ અમેરિકા નાટોના વિસ્તાર પર અડગ છે જેની પાછળ તેની મોટી ચાલ છે. આવો સમજીએ અમેરિકાનો આખો ખેલ.
શું છે નાટો:
ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે નાટો. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે 1949માં 28 યૂરોપીય દેશો અને 2 ઉત્તરી અમેરિકાના દેશોની વચ્ચે બનાવવામાં આવ્યું છે. નાટોનો ઉદ્દેશ્ય રાજકીય અને સૈન્ય સાધનોના માધ્યમથી પોતાના સભ્ય દેશોને સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરંટી આપવાનો છે. સાથે જ રક્ષા અને સુરક્ષા સંબંધી મુદ્દા પર સહયોગના માધ્યમથી દેશોની વચ્ચે સંઘર્ષને રોકવાનો છે. તેને બીજા વિશ્વ યુદ્ધ પછી બનાવવામાં આવ્યું હતું. નાટોનું હેડક્વાર્ટર બ્રસેલ્સ, બેલ્જિયમમાં આવેલું છે.
રશિયાના પ્રભાવવાળા દેશોને પણ બનાવ્યા નાટોના સભ્ય:
નાટોએ બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના, જ્યોર્જિયા અને યુક્રેનને ઈચ્છુક સભ્ય દેશોની યાદીમાં સામેલ કરી રાખ્યા છે. 1990ના દાયકામાં સોવિયત સંઘના પતન પછી પશ્વિમી દેશોએ રશિયાને વાયદો કર્યો હતો કે તે સૈન્ય સંગઠનને ખતમ કરી નાંખશે. પરંતુ એવુ થયું નહીં. વર્ષ 1997માં નાટોના સભ્ય તે દેશોને પણ બનાવવામાં આવ્યા જે રશિયાના પ્રભાવવાળા વિસ્તારમાં હતા. તેમાં પોલેન્ડ, લિથુઆનિયા, લેટેવિયા, રોમાનિયા, ઈસ્ટોનિયા વગેરે છે. રશિયાના વિરોધ છતાં નાટો દેશોની સંખ્યાને અમેરિકા સતત વધારતું જઈ રહ્યું છે. તેની પાછળ મોટું કારણ છૂપાયેલું છે.
નાટોના વિસ્તારમાં અમેરિકાને વધુ રસ:
અમેરિકાની અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના એક જૂના રિપોર્ટ પ્રમાણે નાટોના વિસ્તારનો સીધો સંબંધ અમેરિકાની વિશાળકાય રક્ષા કંપનીઓ સાથે જોડાયેલો છે. લોકહીડ માર્ટિન, રેથિયાન જેવી કંપનીઓ અમેરિકી સરકાર પર દબાવ બનાવતી રહે છે કે તે નાટોનો વિસ્તાર કરે. જેથી તેનું એક વિશાળકાય બજાર ઉત્પન્ન થાય. દુનિયાના અરબો ડોલરના હથિયારોના બજાર પર અમેરિકાના આ દિગ્ગજ કંપનીઓનો દબદબો છે. રિપોર્ટ પ્રમાણે જો કોઈ દેશ નાટોનો સભ્ય બને છે તો તેને સૈન્ય સંગઠનના નિયમોને માનવા પડશે અને તેના પશ્વિમી દેશોના અરબો ડોલરના રૂપિયાના હથિયારો અને ઉપકરણોને લેવું જરૂરી હશે.
નાટોમાં સામેલ દેશને ખરીદવા પડે છે અરબો ડોલરના હથિયાર:
તે અંતર્ગત જો કોઈ દેશ અમેરિકી કંપનીઓ પાસેથી ફાઈટર જેટ લે છે તો તેણે ફ્લાઈટ સિમુલેટર, કાચો સામાન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનમાં સુધારાના ઉપકરણ લેવા પડશે. આ રીતે તે દેશને ટ્રાન્સપોર્ટ પ્લેન, યુટિલિટી હેલિકોપ્ટર, અટેક હેલિકોપ્ટર લેવા પડશે. તે ઉપરાંત આધુનિક સેનાના જરૂરી સૈન્ય સંચાર ઉપકરણ, કમ્પ્યૂટર, રડાર, રેડિયો અને ઉપકરણ સામેલ છે. આ બધા વેચાણથી પશ્વિમી દેશો ખાસ કરીને અમેરિકા અને બ્રિટનની રક્ષા કંપનીઓને કમાણી થાય છે. અમેરિકાએ હાલમાં જ જર્મની સહિત અનેક દેશોને એફ-35 ફાઈટર જેટ વેચવાનો કરાર કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપે છે રક્ષા કંપની અરબો ડોલરનું દાન:
નાટોના વિસ્તારને વધારવા માટે અમેરિકી રક્ષા કંપનીઓ દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામેલ ઉમેદવારોને અરબો ડોલરનું ફંડ આપે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દુનિયામાં સૌથી મોંઘી હોય છે. અને આ કારણ છે કે આ કંપનીઓના દાનની નીચે પ્રત્યેક રાષ્ટ્રપતિ દબાયેલો હોય છે. ચૂંટણીમાં જીત પછી આ કંપનીઓ રાષ્ટ્રપતિ પર દબાણ કરે છે કે તે પોતાના બિઝનેસને વધારે. આ જ કારણ છે કે વર્ષ 1997માં નાટોના વિસ્તાર પછી પૂર્વી યૂરોપના દેશોએ પણ સોવિયત ફાઈટર જેટ અને હથિયારોની જગ્યાએ અમેરિકી હથિયારોને ખરીદવાનું શરૂ કર્યું.
હથિયારોના બજાર પર અમેરિકાનો દબદબો:
હાલમાં પોલેન્ડે લગભગ 6 અરબ ડોલરની ટેન્ક ડીલને અમેરિકાની સાથે મંજૂરી આપી છે. તે ઉપરાંત રોમાનિયા સહિત અનેક દેશોએ અમેરિકા પાસેથી મોટાપાયે હથિયાર ખરીદ્યા છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ત્યાં સુધી કહી દીધું હતું કે નાટોનો વિસ્તાર આપણા રાષ્ટ્રના હિતમાં છે. રિપોર્ટ પ્રમાણે જો કોઈ દેશ નાટોમાં સામેલ થાય છે તો તેણે અરબો ડોલરનો ખર્ચ કરવો પડે છે. નાટોમાં સામેલ થનારા દેશે પોતાનું રક્ષા બજેટ વધારવું પડે છે. તેનો સીધો ફાયદો અમેરિકાની કંપનીઓને થાય છે.
અમેરિકાની કંપનીઓએ કર્યું 285 અરબ ડોલરનું વેચાણ:
દુનિયાભરમાં હથિયારોનું ખરીદ-વેચાણ કરનારી સંસ્થા સિપ્રીના જણાવ્યા પ્રમાણે હથિયારોના બજારમાં અમેરિકાની કંપનીઓ સૌથી આગળ છે. વિશ્વની 100 ટોપ કંપનીઓમાં અમેરિકાનો નંબર સૌથી ઉપર છે. અમેરિકાની 41 કંપનીઓએ 2020માં 285 અરબ ડોલરનું વેચાણ કર્યું છે. તે વૈશ્વિક સ્તરે કુલ હથિયાર વેચાણનું 54 ટકા છે. આ ટોપ 100 કંપનીઓએ વર્ષ 2020માં 531 અરબ ડોલરના હથિયાર વેચ્યા. હથિયારોનું આ વેચાણ લગભગ વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે