5પૈસા બ્રોકિંગ ઉદ્યોગમાં નવો ચીલો ચાતર્યો, ભારતના અંતરિયાળ વિસ્તારોમાં મજબૂત પકડ બનાવી

તે હાલમાં 1 લાખથી વધુ સફળ ગ્રાહકોને સેવા આપે છે અને રોકાણકારો પાસેથી મજબૂત ટેકો પ્રાપ્ત કરીને રૂ. 500 કરોડનું બજાર મૂડીકરણ નોંધાવ્યું છે.

5પૈસા બ્રોકિંગ ઉદ્યોગમાં નવો ચીલો ચાતર્યો, ભારતના અંતરિયાળ વિસ્તારોમાં મજબૂત પકડ બનાવી

અમદાવાદ: મુંબઈ સ્થિત 24 મહિના જૂની ફિનટેક સ્ટાર્ટ-અપ 5પૈસા કેપિટલ લિમિટેડ (5પૈસા) તેના બેજોડ મૂલ્ય પરિમાણ થકી સ્ટોક બ્રોકિંગ ઉદ્યોગમાં નવો ચીલો ચાતરી રહી છે. 5પૈસા રૂ. 10ની સૌથી ઓછી ફ્લેટ ફી સાથે શૂન્ય બ્રોકરેજ ઓફર કરી રહી છે, જે પારંપરિક બ્રોકરો કરતાં 98 ટકા ઓછી છે. આ પથદર્શક નવીનતાએ 5પૈસાની વૃદ્ધિને અનેકગણી વધારી દીધી છે, જેને લીધે તે સૌથી ઝડપથી વૃદ્ધિ પામનાર બની છે અને તેણે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ અવકાશમાં ઝડપભેર 1 મિલિયન એપ ડાઉનલોડ્સ પ્રાપ્ત કર્યા છે. તેનાથી 5પૈસાએ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પણ પોતાની હાજરી મજબૂત બનાવી છે. 5પૈસાએ અંતરિયાળ બજારોમાં પણ મજબૂત પકડ જમાવવાથી ટિયર 2 અને ટિયર 3 શહેરો, જ્યાં શેરબજારની પહોંચ હજુ એટલી વ્યાપક નથી ત્યાંના રોકાણકારોને ભરપૂર લાભ થઈ રહ્યો છે.

ડિસ્કાઉન્ટ બ્રોકિંગ અવકાશમાં પણ 5પૈસા તેની તાત્કાલિક સમોવડિયાઓ દ્વારા લાગુ કરવામાં આવતા ટ્રેડ દીઠ રૂ. 20ની તુલનામાં સૌથી ઓછી ફ્લેટ ફી ઓફર કરે છે. આને કારણે 5પૈસા વૃદ્ધિમાં પસંદગીનું મંચ અને ડિજિટલ રીતે ઉત્ક્રાંતિ પામતા અવકાશમાં ઝડપભેર ઊભરી રહી છે. ઊભરતા ડુ-ઈટ-યોરસેલ્ફ (ડીઆઈવાય) ગ્રાહક વર્ગને પહોંચી વળતાં 5પૈસા તાત્કાલિક અને પેપરલેસ ટ્રેડિંગ અકાઉન્ટ ઓફર કરવા માટે તેની શ્રેણીમાં પ્રથમ છે. રોકાણ આકાર પર કોઈ પણ કેપ નહીં હોવાથી બેન્ક અકાઉન્ટ, પેન કાર્ડ અને આધાર કાર્ડ સાથેના નાના રોકાણકારો પણ 5પૈસા મંચ થકી ટ્રેડ કરી શકે છે.

5પૈસા તેની ફ્રી વર્ચ્યુઅલ રોકાણ તાલીમ શાળા થકી ગ્રાહકોને માહિતગાર નિર્ણયો લેવા અને સૂઝબૂઝપૂર્વક  રોકાણો કરવા માટે સુશિક્ષિત કરીને પણ તેના ગ્રાહકોને ટેકો આપે છે. ઉપરાંત તેની બેજોડ રોબો- એડવાઈઝરી સેવાઓ કોઈ પણ માનવી મધ્યસ્થી વિના અસલ સમયના ધોરણે ગ્રાહકોને સલાહ આપે છે. 5પૈસાની અજોડ સેવા આપવાની કટિબદ્ધતાએ તેની હાજરીનાં ફક્ત બે વર્ષમાં મજબૂત વૃદ્ધિની ગતિ પર પહોંચવામાં તેને મદદ કરી છે. તે હાલમાં 1 લાખથી વધુ સફળ ગ્રાહકોને સેવા આપે છે અને રોકાણકારો પાસેથી મજબૂત ટેકો પ્રાપ્ત કરીને રૂ. 500 કરોડનું બજાર મૂડીકરણ નોંધાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news