આ ગુજ્જુ છે બિઝનેસના બાજીગર....એક સમયે 90 રૂપિયા પગારે કરતા હતા કામ, આજે વેફરની દુનિયામાં છે 'બાદશાહત'
Chandubhai Virani Success Story: મોટાભાગના લોકોના જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે તેઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી કરી શકતા અને પછી તમને જ્યાં જુઓ ત્યાં અંધારું નજરે ચડતું હોય છે. પરંતુ જો તમે તમારી જાત પર ભરોસો રાખો તો દરેક મુસીબતમાંથી છૂટકારો મેળવી શકો છો. આજે અમે તમને બિઝનેસના એક એવા બાજીગર વિશે જણાવીશું જેમણે ધોરણ 10મું પાસ હોવા છતાં બિઝનેસમાં ખુબ નામ ઉજાળ્યું.
Trending Photos
Chandubhai Virani Success Story: મોટાભાગના લોકોના જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે તેઓ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી કરી શકતા અને પછી તમને જ્યાં જુઓ ત્યાં અંધારું નજરે ચડતું હોય છે. પરંતુ જો તમે તમારી જાત પર ભરોસો રાખો તો દરેક મુસીબતમાંથી છૂટકારો મેળવી શકો છો. આજે અમે તમને બિઝનેસના એક એવા બાજીગર વિશે જણાવીશું જેમણે ધોરણ 10મું પાસ હોવા છતાં બિઝનેસમાં ખુબ નામ ઉજાળ્યું. એક સમયે 90 રૂપિયા માસિક પગાર પર કેન્ટીનમાં કામ કરનારા ચંદુભાઈએ આજે 4000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે. તેમની પોટેટો વેફર્સ બ્રાન્ડ આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જાણીતી બ્રાન્ડ બનેલી છે.
ચંદુભાઈ વિરાણીનું શરૂઆતનું જીવન
ચંદુભાઈ વિરાણીનો જન્મ ગુજરાતના એક ખેડૂત પરિવારમાં થયો હતો. 1974માં વિરાણી બંધુઓએ નોકરીની શોધમાં જામનગર છોડીને રાજકોટ આવવું પડ્યું. પૈતૃક જમીન વેચ્યા બાદ તેમના પિતાએ તમને નવું જીવન શરૂ કરવા માટે 20,000 રૂપિયાની રજુઆત કરી. ત્યારબાદ રાજકોટમાં બંને ભાઈઓઓ ફોર્મ સપ્લાયનો નાનો કારોબાર શરૂ કર્યો. આ બિઝનેસ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો.
બાલાજી વેફર્સની શરૂઆત
પહેલા બિઝનેસમાં જ ભારે નુક્સાન થવા છતાં તેમનો સંકલ્પ તૂટ્યો નહીં. ચંદુભાઈ અને તેમના ભાઈ રોજગારની શોધ કરતા રહ્યા. રોજગારની શોધમાં તેઓ એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં જતા રહ્યા. ત્યાં ચંદુભાઈએ 90 રૂપિયાના વેતન પર કેન્ટીનમાં નોકરી શરૂ કરી. કેન્ટીન કર્મચારી તરીકે કામ કરવાની સાથે ચંદુભાઈએ બીજા અન્ય નાના મોટા કામ પણ ચાલુ રાખ્યા.
ગુજરાન ચલાવવામાં મુશ્કેલી
અહીં કામ કરવા દરમિયાન ચંદુભાઈ અને તેમના પરિવારને ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ પડી. એકવાર તેઓ એટલા ભારે દબાણમાં હતા કે તેમણે ભાડાનું મકાન પણ ખાલી કરવું પડ્યું. તેનું કારણ એ હતું કે તેમની પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહતા. કેન્ટીનમાં કામ કરવા દરમિયાન ચંદુભાઈએ જીવનમાં નવી તક શોધી. ત્યારબાદ તેમણે તેમના ભાઈઓ સાથે મળીને કેન્ટીનમાં 1000 રૂપિયા મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો. ત્યારબાદ ચંદુભાઈએ આંગણામાં નાનકડો શેડ બનાવ્યો અને એક રૂમના ઘરમાં ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું.
પોતાની વેફર્સના માર્કેટિંગ માટે ચંદુબાઈ અને તેમના ભાઈ બાલાજી નામ લઈને આવ્યા. તેમની આ બ્રાન્ડને થિયેટરની અંદર અને બહાર ખુબ સારો રિસ્પોન્સ મળ્યો. શરૂઆતના દિવસો તેમના માટે ખુબ મુશ્કેલી ભર્યા રહ્યા. તેમને સાઈકલ પર વેફર્સના બેગ લઈને એક દુકાનથી બીજી દુકાને જવું પડતું હતું. થોડા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. ધીરે ધીરે બાલાજીને પોતાની ક્વોલિટી અને ટેસ્ટ માટે લોકોની પ્રશંસા મળવા લાગી.
બાલાજી 1995માં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ તેણે નમકીન અને અન્ય સ્નેક્સનું પણ પ્રોડક્શન શરૂ કર્યું. આજે બાલાજી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટી વેફર બ્રાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાણાકીય વર્ષ 2011 સુધીમાં ચંદુભાઈ વિરાણીના નેતૃત્વવાળી બાલાજી વેફર્સનું રાજસ્વ 4000 કરોડ રૂપિયા હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે