Gold Rate Today: અત્યારે સોનું ખરીદવાની શાનદાર તક, ભાવમાં મોટો ઘટાડો, કોરોના વધતા ફરી વધશે કિંમત
જો તમે ગોલ્ડમાં રોકાણ કરવા ઈચ્છો છો તો આનાથી સારી તક મળશે નહીં. અત્યારે સોનાનો ભાવ 44 હજાર રૂપિયાની આસપાસ છે. તેવા સંકેત મળી રહ્યાં છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોનાની કિંમત (Price of Gold) માં ઓલ ટાઈમ હાઈથી આશરે 12 હજાર રૂપિયાનો ઘટાડો આવી ચુક્યો છે. પાછલા વર્ષો ઓગસ્ટમાં સોનું 56310 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તર પર પહોંચ્યુ હતું પરંતુ ત્યારબાદ તેમાં સતત ઘટાડો થયો છે. હાલમાં સોનું 44 હજાર રૂપિયાની આસપાસ છે. સોના જ નહીં ચાંદીમાં પણ આશરે 10 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં જો તમે હોળીના તહેવાર પર સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 43850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચેન્નઈમાં તે 42160 રૂપિયા છે. તો મુંબઈમાં ભાવ 43760 રૂપિયા છે.
48,000 રૂપિયા સુધી જઈ શકે છે કિંમત
જાણકારો પ્રમાણે સોનાની કિંમત હાલ 44,400 રૂપિયાથી 45200 રૂપિયા વચ્ચે છે. શુક્રવારે MCX પર એપ્રિલ ડિલિવરી વાળુ સોનું 45 રૂપિયાના ઘટાડા સાથે 44650 પર બંધ થયું હતું. આગામી બે મહિનામાં સોનાની કિંમત 48 હજાર સુધી પહોંચવાની આશા છે. આ રીતે ચાંદી પણ આગામી બે મહિનામાં 70થી 72 હજારે પહોંચી શકે છે.
શું છે કારણ
કોમોડિટી નિષ્ણાંતો અનુસાર સોના અને ચાંદીને લઈને સેન્ટિમેન્ટ સકારાત્મક છે. સોનાની કિંમત MCX પર 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જવાની આશા છે, જ્યારે ચાંદીની કિંમત 72000 રૂપિયા પર પહોંચવાની સંભાવના છે. IIFLસિક્યોરિટીઝમાં કોમોડિટી અને કરન્સી ટ્રેડના ઉપાધ્યક્ષે જણાવ્યા પ્રમાણે સોનામાં ઘટાડાનું કારણ વૈશ્વિક બજારોમાં કાચા તેલની કિંમતોમાં આવેલી કમી છે.
શું વધશે કિંમત
કોરોના વાયરસના કેસમાં એકવાર ફરી વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વાયરસના નવા સ્ટ્રેન પણ સામે આવ્યા છે. માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ફરી કેસ વધી રહ્યાં છે. આ બધાને જોતા ભારતે વેક્સિનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે એકવાર કોરોના મહામારીનો ખતરો ફરી વધી રહ્યો છે તો શક્ય છે કે લોકો સુરક્ષિત રોકાણ તરફ ભાગે અને સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે. જો ફરી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેની કિંમત વધશે. સાથે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
લૉકડાઉન
ઘણા દેશોમાં આંશિક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. ભાજપના પણ કેટલાક રાજ્યોના કેટલાક શહોરમાં પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. તો ઘણી જગ્યાએ લોકો ભેગા ન થાય તે માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. જો કોરોના વાયરસના ફેલાવાનો દર ધીમો નહીં પડે તો આ પ્રતિબંધો વધારવામાં આવી શકે છે. તેવામાં ફરી લૉકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફ્રાન્સ, પોલેન્ડ અને યૂક્રેનમાં ઘણા સ્થળો પર લૉકડાઉન લાગૂ છે. આમ થવા પર લોકો રોકાણનું સુરક્ષિત સ્થાન શોધશે અને સોનામાં વધુ રોકાણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે