EXCLUSIVE : આ વખતે શનિવારે રજૂ થશે સામાન્ય બજેટ 2020, BSE માં પણ થશે કારોબાર
Trending Photos
નવી દિલ્હી: Union Budget 2020-21: સરકારનું બીજું સામાન્ય બજેટ (Union Budget 2020-21) 1 ફેબ્રુઆરી (શનિવારે) રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પણ 31 જાન્યુઆરી ઇકોનોમી સર્વે (Economic Survey) જાહેર થશે. આ પહેલાં 2015-16માં શનિવારે બજેટ આવ્યું હતું. આ સમાચાર વચ્ચે ઝી બિઝનેસને એક્સક્લૂસિવ જાણકારી મળી છે કે શનિવારે શેર બજાર ખુલ્લુ રહેશે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ શનિવાર છે તો પછી સરકાર બીજા દિવસે બજેટ રજૂ કરવાનો વિચાર કરશે. પ્રહ્લાદ જોશીએ કહ્યું કે પરંપરા ચાલુ રહેશે. મોદી સરકારે જ સત્તામાં આવ્યા બાદ નિર્ણય કર્યો હતો કે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. આ પહેલાં યૂપીએના શાસનકાળમાં ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં બજેટ આવે છે.
પહેલાં રેલ બજેટ આવે છે અને ત્યારબાદ સામાન્ય બજેટ રજૂ થાય છે. પરંતુ મોદી સરકારે તેમાં પણ ફેરફાર કરી દીધો. રેલ બજેટનું વિલય સામાન્ય બજેટમાં કરી દીધું. નાણામંત્રી નિર્મલા સિતારમણનું આ બીજું બજેટ હશે.
#ZBizExclusive | 1 फरवरी (शनिवार) को बजट के दिन खुला रहेगा बाजार: आशीष चौहान
MD & CEO, BSE@ashishchauhan @BSEIndia @AnilSinghvi_ pic.twitter.com/OVKLsjsoWM
— Zee Business (@ZeeBusiness) December 17, 2019
બીજી તરફ નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આગામી બજેટ (Union Budget 2020-21)માં અને વધુ સારા ઉપાય માટે સામાન્ય જનતા પાસે સલાહ અને વિચાર માંગ્યા છે. આ સલાહ આમ જનતા પાસેથી કેન્દ્ર સરકારની વેબસાઇટ mygov.in દ્વારા મંગાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા એ પ્રયત્ન છે કે બજેટને તેના દ્વારા પોર્ટિસિપેટિવ અને ઇન્ક્લૂસિવ એટલે કે સહભાગી અને સમાવેશી બનાવવાનો છે. નિર્મલા સીતારમણે આ અંગે ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે આમ જનતા પાસે બજેટને લઇને આઇડિયા અને સલાહ આપવાની અપીલ કરી છે.
Those wishing to give inputs on #Budget2020 please do so using @mygovindia - Inviting Ideas and Suggestions for Union Budget 2020 - 2021 | https://t.co/Cm7oOF2RXB https://t.co/pKyM8gKfbu
— Nirmala Sitharaman (@nsitharaman) December 16, 2019
પોતાની ટ્વિટર પોસ્ટમાં નાણામંત્રી (Finance minister)એ લખ્યું કે જો તમે બજેટ 2020 પર કોઇપણ સલાહ આપવા માંગો છો તો તમે @mygovindia દ્વારા તેને સરકાર સુધી મોકલી શકો છો. માનવામાં આવી રહ્યું છે કે બજેટ આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે સામાન્ય નાગરિક આ સલાહ 20 જાન્યુઆરી 2020 સુધી આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે