Gold Reserve in India: પાડોશી દેશ ચીનથી આવ્યા એક સમાચાર...અચાનક ધડામ થઈ ગયું સોનું, હવે ભાવ ઘટશે કે વધશે?

Trending Photos

Gold Reserve in India: પાડોશી દેશ ચીનથી આવ્યા એક સમાચાર...અચાનક ધડામ થઈ ગયું સોનું, હવે ભાવ ઘટશે કે વધશે?

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. અસર એ થઈ કે બંને કિંમતી ધાતુઓ ઉછળીને લાઈફ ટાઈમ સુધી પહોંચી ગઈ. કિંમતમાં આવેલી તેજીનું કારણ વિકાસશીલ દેશોની કેન્દ્રીય બેંકો તરફથી ગોલ્ડની રેકોર્ડ ખરીદી ગણાવવામાં આવ્યું. પરંતુ શુક્રવારે સોનાના ભાવમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં લગભગ 2 ટકાનો મોટો ઘટાડો નોંધાયો. ઘટાડાનું કારણ ચીનની કેન્દ્રીય બેંક તરફથી સોનાની  ખરીદી બંધ કરવાનું ગણવામાં આવી રહ્યું છે. 

સોનાએ ચળકાટ ગુમાવ્યો
ચીનની સેન્ટ્રલ બેંક છેલ્લા 18 મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી હતી. પરંતુ મે મહિનામાં તેના તરફથી સોનાની ખરીદી બંધ કરી દેવામાં આવી. શુક્રવારે ઈન્ટરનેશનલ માર્કેટમાં હાજર સોનાનો ભાવ 1.8 ટકા તૂટીને 2,333.69 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. એટલું જ નહીં સોનાએ આ અઠવાડિયામાં આવેલી તેજી પણ બજાર બંધ થતા સુધીમાં ગુમાવી દીધી. સોનું અત્યાર સુધી આ અઠવાડિયે ફક્ત 0.3% ઉપર છે. ઓક્ટોબર 2022 બાદ પહેલીવાર મેમાં એવું બન્યું કે જ્યારે ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈના (PBOC) એ પોતાના ગોલ્ડ રિઝર્વમાં કોઈ પ્રકારનો વધારો કર્યો નથી. 

કેમ ઘટ્યા ભાવ
એપ્રિલના અંતમાં ચીન પાસે 7.28 કરોડ ટ્રોય ઔંસ સોનું હતું. મેના અંતમાં પણ આ આંકડો જ રહ્યો. તેનાથી સ્પષ્ટ છે કે ચીને મે મહિનામાં સોનાની ખરીદી કરી નહીં. સોનાના ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં 20 મેના રોજ રેકોર્ડ હાઈ 2,449.89 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો. ગોલ્ડની કિંમતમાં આવી રહેલી તેજીનું પ્રમુખ કારણ મોટી કેન્દ્રીય બેંકો, ખાસ કરીને ચીનની મજબૂત માંગણી હતી. Stonex ના એનાલિસ્ટ Rhona O’Connell એ ચીનના આ પગલાં પર  કહ્યું કે એપ્રિલમાં બહુ ઓછા વધારા બાદ ચીનની કેન્દ્રીય બેંક તરફથી સોનું ન ખરીદવામાં આવ્યું એ ભાવમાં ઘટાડાનું કારણ રહ્યું હશે. 

મે 2009 અગાઉ પણ આવું થયું હતું
Rhona O’Connell એ એવું પણ કહ્યું કે આવું પહેલા અનેકવાર થઈ ચૂક્યું છે. ચીનની બેંકે લાંબા સમય સુધી પોતાના ગોલ્ડ રિઝર્વમાં ફેરફારનો રિપોર્ટ આપ્યો નથી અને પછી અચાનક એકદમ ખુબ વધારો બતાવી દીધો. મે 2009 અગાઉ પણ ચીને આવું જ કર્યું હતું. તે સમયે ચીને 600 ટન સોનું રિઝર્વ હતું ત્યારબાદ અચાનક આ આંકડાને 1054 ટન બતાવ્યો હતો. જાણકારોનું માનવું છે કે ચીન આવનારા સમયમાં હજુ પણ ખરીદી કરશે. Saxo Bank માં કોમોડિટી સ્ટ્રેટેજીના હેડ ઓલે હેન્સન કહે છે કે ચીને સોનું ખરીદવાનું હજુ છોડ્યું નથી. 

ઘરેલુ બજારમાં પણ ઘડામ
https://ibjarates.com પર જાહેર આંકડા મુજબ ભારતીય શરાફા બજારમાં પણ સોનાના ભાવ 21મી મેના રોજ 74222 રૂપિયા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. એ જ રીત ચાંદીનો 29 મેના રોજ 94280 રૂપિયા પ્રતિ કિલોનો ઓલટાઈમ હાઈ ભાવ હતો. શુક્રવારે બંધ થયેલા કારોબારી સપ્તાહમાં સોનું ગગડીને 71913 રૂપિયા 10 ગ્રામ પર પહોંચ્યું અને ચાંદીનો ભાવ 90535 રૂપિયા પ્રતિ કિલો થયો. ચીનથી આવેલા ખબરની અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે. જાણકારોનું કહેવું છે કે આ ખબરની અસર હજુ પણ બજારમાં જોવા મળશે અને સોનું સોમવારે વધુ નીચે જઈ શકે છે. 

ભારત ત્રીજો સૌથી મોટો બાયર દેશ
આરબીઆઈની બંપર ખરીદીના પગલે ભારત મે મહિનામાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો સોનું ખરીદનાર દેશ બન્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ગત મહિને મે મહિનામાં ભારત  તરફથી લગભગ 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવ્યું. આ મામલામાં સ્વિટ્ઝરલેન્ડ પહેલા અને ચીન બીજા નંબરે રહ્યું. આ દરમિયાન ભારતે લગભગ 722 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું. જ્યારે સ્વિટ્ઝરલેન્ડે 2461 કરોડ અને ચીને 2109 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું. મે મહિનાના અંતમાં ચીન પાસે 2262.45 ટન સોનું છે. એપ્રિલમાં પણ તેના ગોલ્ડ રિઝર્વનો આંકડો આ જ હતો. ગોલ્ડ રિઝર્વ મામલે ભારતનો નંબર નવમો છે. તેની પાસે 822.09 ટન સોનું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news