જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યો

Rajkot News :  રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો

જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યો

Rajkot Game Zone Fire : રાજકોટ અગ્નિકાંડના પંદર દિવસ બાદ વધુ એક દુઃખદ સમાચાર બન્યા છે. અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રના વિયોગમાં પિતાનું મોત નિપજ્યું છે. રાજકોટ અગ્નિકાંડમાં વિશ્વરાજિસંહ જાડેજાનું નિધન થયું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી તેના પિતા જશુભા જાડેજા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. આખરે જશુભા જાડેજાએપુત્રના વિયોગમાં દમ તોડ્યો હતો. પહેલા પુત્ર અને હવે પરિવારના મોભી ગુમાવતા જાડેજા પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં ગેમઝોનમાં કામ કરતા વિશ્વરાજસિંહ જાડેજાનું પણ મૃત્યુ નીિપજ્યું હતું. વિશ્વરાજસિંહ જાડેજા ટીઆરપી ગેમઝોનમાં નોકરીના પ્રથમ દિવસ હતો અને ત્યાં વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પરંતું વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા હેમુભા જાડેજા પુત્રનો વિયોગ જીરવી શકે તેમ ન હતા. તેઓ જુવાનજોધ દીકરો ગુમાવવાના આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. 

jadeja_ze.jpg

છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી પાછળ આવેલા નરસંગપરામાં રહેતા જસુભા હેમુભા જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે. આમ, પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

જાડેજા પર પર દુખનો પહાડ
માત્ર 12 દિવસમાં જાડેજા પરિવારના બે-બે સભ્યોના મોત નિપજ્યા છે. જેમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. પરિવારે તો બે પુરુષોને 12 દિવસના ગાળામાં ગુમાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news